DGCA Action On Pilot:    એર ઈન્ડિયાની ફ્લાઈટના કોકપીટમાં મહિલા મિત્રને બેસાડવા બદલ પાયલટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી કરતા  ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ત્રણ મહિના માટે પાયલટનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું છે.


આ સાથે DGCAએ એર ઈન્ડિયાની બેદરકારી બદલ એરલાઈન્સ પર 30 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરીના રોજ દુબઈથી દિલ્હી જતી ફ્લાઈટમાં પાઈલટે તેની મહિલા મિત્રને ફ્લાઈટના કોકપીટમાં બેસાડી દીધી હતી. કાર્યવાહી કરતા  ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ત્રણ મહિના માટે પાયલટનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું છે.


સીઈઓને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી હતી


આ પહેલા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા એર ઈન્ડિયાના સીઈઓને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી. મામલો સામે આવ્યા બાદ DGCAએ આરોપી પાયલટ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. ડીજીસીએએ કહ્યું હતું કે પાયલોટે સલામતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.


નિયમોનું ઉલ્લંઘન કર્યું


આ સિવાય એવિએશન સિક્યુરિટી હેડ હેનરી ડોનોહોને પણ આ મામલે બેદરકારી દાખવવા અને કોઈ ફરિયાદ ન નોંધવા બદલ નોટિસ મોકલવામાં આવી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ જણાવ્યું હતું કે, ફ્લાઇટના કમાન્ડિંગ પાઇલટે DGCA ના નિયમોનું ઉલ્લંઘન કરીને ક્રુઝ દરમિયાન પેસેન્જર તરીકે મુસાફરી કરી રહેલા એર ઇન્ડિયાના કર્મચારીને કોકપિટમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી.


ડીજીસીએએ જણાવ્યું હતું કે 'સુરક્ષાના સંવેદનશીલ ઉલ્લંઘન' છતાં એર ઈન્ડિયાએ તાત્કાલિક સુધાર માટે કોઈ  પગલાં લીધાં નથી. ડીજીસીએએ વધુમાં જણાવ્યું હતું કે, એર ઈન્ડિયા પર સુરક્ષા સંવેદનશીલ મુદ્દાને તાત્કાલિક અને અસરકારક રીતે પતાવવા બદલ એર ઈન્ડિયા પર રૂ  30 લાખનો દંડ લાદવામાં આવ્યો છે. એરક્રાફ્ટ રૂલ્સ 1937 હેઠળ આપવામાં આવેલી તેની સત્તાના દુરુપયોગ અને ઉલ્લંઘનને મંજૂરી આપવા બદલ PIC પાઈલટનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ સાથે DGCA એ કો-પાયલટને ચેતવણી આપી છે, કારણ કે તેણે પાર્ટનરની મહિલા મિત્રને કોકપિટમાં આવવાથી રોકી ન હતી.


જણાવી દઈએ કે ફ્લાઇટના કોકપીટમાં અનધિકૃત લોકોને પ્રવેશવાની મંજૂરી નથી. જો કોઈ આવું કરે છે, તો તે નિયમોનું ઉલ્લંઘન છે.  કાર્યવાહી કરતા  ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ત્રણ મહિના માટે પાયલટનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું છે.