કોવિડ-19ને લઈ બનાવવામાં આવેલી સ્પેશિયલ કમિટીની મંગળવારે સીરમ ઈન્સ્ટીટ્યૂટની અરજી માટે ચર્ચા કરવા બેઠક થઈ હતી. જેમાં પુણેની કંપની તરફથી કહેવામાં આવ્યું કે બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે તૈયાર પ્રોટોકોલની સમીક્ષા કરે અને કેટલીક વધારાની જાણકારી પણ માંગવામાં આવી હતી.
બુધવારે સાંજે પરીક્ષણ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા સંશોધિત પ્રોટોકલ ડીજીસીઆઈને જમા કરાવવામાં આવ્યા છે. સૂત્રોના કહેવા મુજબ, પરીક્ષણ દરમિયાન પ્રસ્તાવિત નોંધાયેલા 1600 લોકોને લઈ પણ સ્પષ્ટીકરણ નહોતું આપવામાં આવ્યું. જે બાદ તેમને બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે સ્પષ્ટતા કરવા તથા ફરીથી અરજી જમા કરાવવા કહેવામાં આવ્યું હતું.
આરોગ્ય મંત્રાલયના સીનિયર ઓફિસરે ANIને જણાવ્યું, અમારી એક્સપર્ટ કમિટીએ સીરમ ઈન્સ્ટીટ્યૂટને કેટલીક ભલામણ કરી છે. જેમાં આંકડાકિય વિશ્લેષણ, ડ્રોપ આઉટ રેટ, ઈમ્યુનિટી એનાલિસિસ વગેરેનો સમાવેશ થાય છે.