Nagaland Violence: નાગાલેન્ડના મોન જિલ્લામાં સુરક્ષાદળોની ફાયરિંગમાં ઓછામાં ઓછા 11 સામાન્ય લોકોનું મોત થયું હતું. ઘટનાને લઇને મુખ્યમંત્રી નેફિયૂ રિયોએ ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો. સાથે જ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી હતી. ફાયરિગં બાદ વિસ્તારમાં તણાવભરી સ્થિતિ છે. જાણકારી અનુસાર ગ્રામજનો એક પિક અપ ટ્રકથી પોતાના ઘર પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.






ઘટના બાદ લોકોના મૃતદેહને જોઇને ગ્રામજનોએ ગુસ્સામાં સુરક્ષાદળોની અનેક ગાડીઓમાં આગ લગાવી દીધી હતી. આગના કારણે સુરક્ષાદળો સહિત અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મુખ્યમંત્રીએ ઘટના પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે મોનના ઓટિંગ ગામના નાગરિકોની  હત્યાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને હું તેની નિંદા કરું છું. તેમણે કહ્યું કે એસઆઇટી તપાસ કરશે અને કાયદા અનુસાર ન્યાય થશે. તમામ વર્ગોને શાંતિની અપીલ કરું છું.







ભારતીય સૈન્યએ પોતાના નિવેદનમાં કહ્યું કે લોકોના મોતથી ગુસ્સે થયેલા ગ્રામજનોએ સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો જેમાં એક જવાન શહીદ થયો છે અને અનેક જવાનો ઘાયલ થયા છે. પોલીસે કહ્યું કે તે આ ઘટનાની તપાસ કરી રહી છે જેથી જાણી શકાય કે આ ખોટી ઓળખાણનો મામલો છે કે નહીં. પોલીસ અધિકારીએ કહ્યું કે આ ઘટના ઓટિંગ અને તિરુ ગામની વચ્ચે થઇ હતી. એક પિકઅપ વાનમાં કોલસાની ખાણથી મજૂરો પાછા ફરી રહ્યા હતા ત્યારે પ્રતિબંધિત સંગઠન એનએસસીએનના યુંગ ઓંગના ઉગ્રવાદીઓની ગતિવિધિની સૂચના મળ્યા બાદ વિસ્તારમાં અભિયાન ચલાવી રહેલા સૈન્ય કર્મીઓએ વાહન પર કથિત રીતે ફાયરિંગ કર્યું હતું. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું નાગાલેન્ડના  મોનના ઓટિંગમાં થયેલી ઘટનાથી વ્યથિત છું. સરકાર એસઆઇટીની રચના કરી છે જેથી પીડિત પરિવારોને ન્યાય અપાવી શકાય