નવી દિલ્હીઃ હાલમાં જ યોગગુરુ બાબા હામદેવાની પતંજલિએ કોરોનાની આયુર્વેદિક દવા બનાવી લીધાનો દાવો કર્યો હતો. બાબા રામદેવનો દાવો હતો કે કોરોનાને હરાવવા માટે આ પ્રથમ આયુર્વેદિક દવા છે જેમાં 100 ટકા દર્દી સાજા થઈ ગયા છે. બાબા રામદેવનો દાવો હતો કે આ દવાનું ટ્રાયલ પણ થઈ ગયું છે. જોકે આયુષ મંત્રાલયે તેના પર વિરોધ નોંધાવ્યો હોત અને મંજૂરી વગર જ પ્રચાર પ્રસાર કરવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આયુષ મંત્રાલયના જે ડોક્ટરે બાબા રામદેવની દવા ‘કોરોનિલ’ પર પ્રતિબંધ લગાવ્યો હતો તે ડોક્ટરને હટાવી દેવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ અહેવાલ વિશે સરકારી સંસ્થા પીઆઈબીએ ખુલાસો કર્યો છે. પીઆઈબીએ સરકાર તરફથી કહ્યું કે, યોગ ગુરુ રામદેવની કંપની પતંજલિની દવા કોરોનિલ પર પ્રતિબંધ લગાવનાર ડોક્ટર મુજાહિદ હુસૈનને આયુષ મંત્રાલયમાંતી હટાવવાનો દાવો ખોટો છે.
પીઆઈબીએ આ મામલે કહ્યું કે, આયુષ મંત્રાલયે જણાવ્યું છે કે, હાલમાં કોઈપણ ડોક્ટર કે કોઈપણ ડ્યૂટી કે સેવામાંથી હટાવવામાં નથી આવ્યા. એવામાં એ સ્પષ્ટ છે કે, આ વાયરલ થઈ રહેલ મેસેજમાં કોઈ સત્ય નથી અને એ સંપૂર્ણ ખોટો છે.