ન્યૂઝ રિપોર્ટમાં કરવામાં આવેલ દાવો ખોટો છે. કેન્દ્ર સરકારની પોલિસી/સ્કીમ્સ/વિભાગ/મંત્રાલયોને લઈને ખોટી જાણકારી ફેલાતી રોકવા માટે કામ કરનાર પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને આ દાવાને ખોટો ગણાવતા સ્પષ્ટતા કરી છે કે એ કાર ગુજરાત કરકારની છે ન તો ઝાયડસ કેડિલાની.
PIB ફેક્ટ ચેકે ટ્વીટમા લખ્યું, ‘દિવ્ય ભાસ્કરના એક ન્યૂઝ આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો છે કે, પીએમ મોદી 28 નવેમ્બર 2020ના રોજ પોતાના ચાંગોદર પ્રવાસ દમરિયાન ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલની બીએમડબલ્યૂ કારમાં પહોંચ્યા હતા. #PIBFactCheck: આ દાવો ફેક છે. કાર ગુજરાત સરકારની હતી, કોઈ ખાનગી કંપનીની નહીં.’
જણાવીએ કે, પીએમ મોદીએ બે દિવસ પહેલા ઝાયડસ બાયોટેક પાર્ક ઉપરાંત હૈદ્રાબાદની ભારત બાયોટેક અને પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોરોના રસીનૈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.