સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નાણાં મંત્રાલયે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થા પરથી પ્રતિબંધ હટાવી દીધો છે અને તેમાં 24 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. પરંતુ હકીકતમાં સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી અને આ અહેવાલ ફેક છે. ભારત સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે આ સમાચાર ખોટા છે.

એક મોર્ફ તસવીરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નાણા મંત્રાલયે ડીએ અને મોંઘવારી ભથ્થા પરથી પ્રતિબંધ હટાવી દીધો છે અને નાણા મંત્રાલયે ડીએ અને મોંઘવારી ભથ્થામાં 24 ટકાના વધારાને મંજૂરી આપી છે.

પીઆઈબીએ આ વાયરલ થઈ રહેલ પોસ્ટને ફેક ગણાવી છે. પીઆઈબીએ લખ્યું- આ દાવો ખોટો છે. કેન્દ્ર સરાકરે આવો કોઇ નિર્ણય કર્યો નથી. કેન્દ્ર સરકારે ડીએ અને મોંઘવારી ભથ્થા પર 24 ટકા વધારાને મંજૂરી આપી નથી.


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.