એન્ટીઓક્સિડન્ટનું લેવલ વધારવા માટે આપને તાજા ફળો અને લીલા શાકને ડાયટમાં સામેલ કરવું જોઇએ. ડાયટિશ્યનના કહેવા મુજબ પ્રોટીનની માત્રા વધારવી જરૂરી છે. ન્યુટ્રિશનિસ્ટ પૂજા મખીજાએ કોરોના પોઝિટિવ માટે ડાયટ પ્લાન શેર કર્યો છે.
કોરોના સંક્રમણમાં સ્વાદ અને ગંધ નથી અનુભવાતી. તેમજ ભૂખ પણ નથી લાગતી. કોરોનાને માત આપવામાં ઘરનું સાત્વિક અને પોષ્ટિક ભોજન વધુ ગુણકારી માનવામાં આવે છે. ન્યુટ્રિશનિસ્ટ પૂજા મખીજાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને કોરોના પોઝિટિવ વ્યક્તિનો ડાયટ પ્લાન શેર કર્યો છે.
ઘરમાં તૈયાર કરેલ ભોજન
ન્યુટ્રિશનિસ્ટ પૂજા મખીજાએ વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે,”ઘરે બનાવેલા સારા ભોજનની સાથે ખુદને સ્વસ્થ બનાવો”ન્યુટ્રિશનિસ્ટ પૂજા મખીજાએ કોરોના પોઝિટિવ દર્દીને ડાયટમાં વધુમાં વધુ પ્રોટીન સામેલ કરવાનો આગ્રહ કહ્યો છે. કારણ કે પ્રોટીન એન્ટીબોડી બનાવવામાં મદદરૂપ થાય છે. એન્ટી બોડી વાયરસની સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રોટીન યુક્ત ડાયટ લેવા માટે આપ દાલ પરોઠા, મગના ઠોસા, ચિકન કટલેટ, ફિશ ફિંગર ખાઇ શકો છો. આ પ્રકારના ફૂડથી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળી શકે છે.
આ ફૂડ કોરોનાને માત આપવામાં કારગર
ન્યુટ્રિશનિસ્ટ પૂજા મખીજાએ કહ્યું કે સમ્પ્લીમેન્ટસ જરૂરી છે પરંતુ એન્ટીઓક્સિડન્ટસ લેવલ વધારવા માટે તાજા ફળો અને શાકભાજી લેવા જરૂરી. તેમના વીડિયો મુજબ આપ ઘરે મેંગો કસ્ટર્ડ,તરબૂચનું સલાડ,સબ્જીનુ જ્યુસ સબ્જીનું રાયતુ, કેળા, મગફળી લઇ શકો છો. ડાયટને જુદા જુદા ભાગમાં વહેંચી દેવું જોઇએ એટલે એક સાથે ભરપેટ ખાવાના બદલે થોડું-થોડું ખાવું જોઇએ જેથી પાચન પણ સરળતાથી થાય.