દેશ હાલ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. આ સ્થિતિમાં DRDOને એક એવી દવાના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. જે કોરોના વાયરસ સામે લડવામાં વધુ કારગર સાબિત થઇ રહી છે. આ દવાનું નામ 2-deoxy-D-glucose ( 2-DG) છે. જેના ઉપયોગ માટે શનિવારે ડ્રગ્સ કન્ટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ મંજૂરી આપી દીધી.


આ દવા વિશે DRDO (Defence Research and Development Organisation)એ જણાવ્યું કે, આ દવા કોરોનાને દર્દીને જલ્દી રિકવર થવામાં મદદ કરે છે અને ઓક્સિજન પરની નિર્ભરતાને પણ ઓછી કરે છે.ઓક્સિજનની વાત એટલા માટે વધુ મહત્વપૂર્ણ છે કારણે ઓક્સિજનના અભાવે  દેશમાં એક નહીં સેંકડો લોકોના જીવ ગયા.


2-DG દવાને કોણે તૈયાર કરી


2-deoxy-D-glucose (2-DG)  દવાને DRDOના પરમાણુ ચિકિત્સા અને સંબંદ્ધ વિજ્ઞાન સંસ્થાનના હૈદરબાદ સ્થિત ડોક્ટર રેડ્ડી લેબોરેટરીઝમાં તૈયાર કરી છે.


2-DGનું ક્લિનિકલ ટ્રાયલ


2-DGનું ક્લિનિકલ ટ્રાયલ ગત વર્ષે મે અને ઓકટોબર કરવામાં આવ્યું હતું. ટ્રાયલમાં 6 હોસ્પિટલે ભાગ લીધો હતો. ફેઝ-2માં 11 હોસ્પિટલે ભાગ લીઘો હતો. ફેઝ-2ના ટ્રાયલમાં કુલ 110 પેશન્ટે ભાગ લીધો હતો. આ દવા લેનાર દર્દી અન્ય દર્દીની તુલનામાં 2.5 દિવસ ઝડપથી રિકવર થતાં જોવા મળ્યાં. ફેઝ-3નું ટ્રાયલ ગત વર્ષે નવેમ્બરમાં થયું હતું, જેમાં 27 કોવિડ હોસ્પિટલે ભાગ લીઘો હતો.


કેવી રીતે કામ કરે છે.  


આ દવા કોરોનાને દર્દીને જલ્દી રિકવર થવામાં મદદ કરે છે અને ઓક્સિજન પરની નિર્ભરતાને પણ ઓછી કરે છે, RT-PCR ઝડપથી નેગેટિવ આવી જાય છે.આ દવા  પાવડર ફોર્મમાં હશે. તેને પાણીમાં ઘોળીને પીવાની હોય છે. એ વાયરસ પ્રભાવિત સેલ્સ પર જામી જાય છે. તે વાયરસની એનર્જીને ઘટાડીને તેને ફેલાતો રોકે છે.


કેટલા દિવસમાં આવશે 2-DG દવા?


DRDOએ કહ્યું કે, તેનું ખૂબ જ ઝડપથી ઉત્પાદન કરી શકાય છે. કારણ કે, તે ખૂબ જ જેનેરિક મોલિક્યૂલ છે અને ગ્લુકોઝ જેવું જ હોય છે.