નવી દિલ્હીઃ હવે ટૂંકમાં જ લાઈન્સ અને આરસી વગર પણ વાહન ચલાવી શકાશે અને તમારું ચાલાન પણ નહીં કપાય. તેના માટે બસ તમારે તમારા દસ્તાવેજનીકોપી ડિજીલોકરમાં રાખવાની રહેશે. ટ્રાફિક પોલિસ અથવા અન્ય એજન્સીઓ એ ડોક્યુમેન્ટ્સની જરૂરત પડવા પર ડિજીલોકર એર દ્વારા પુષ્ટિ કરી શકશે.


લોકો માટે આ નવી વ્યવસ્થા ટ્રાન્સપોર્ટ અને આઈટી મંત્રાલય બુધવારથી શર કરવા જઈ રહ્યું છે. આ સર્વિસ શરૂ થયા બાદ કોઈપણ જગ્યાએ વાહન ચાલકના લાઈસન્સ અને આરસી સ્થળ પર જ તપાસવાનું ખૂબ જ સરળ થઈ જશે. જે અધિકારી દસ્વાતેજનીતપાસ કરી રહ્યા હશે તેને એક મોબાઈલ એપની જરૂર પડશે. આ એપર ચાલક અને તપાસ અધિકારી બન્નેની પાસે હશે. ઓનલાઈન વેરિફિકેશનમાં જો કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન મળી આવશે તો એપની મદદથી પેનલ્ટી પોઈન્સ પણ ભરી શકાશે.

શું છે ડિજિલોકર

ડિજિલોકર તમને તમારા તમામ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોને એક જ જગ્યા પર ડિજિટલી સંગ્રહ કરવાની સુવિધા આપે છે. આ સુવિધાથી પાન કાર્ડ, પાસપોર્ટ, માર્કશીટ્સ, ડિગ્રી સર્ટિફિકેટ્સ જેવા ખૂબ જ મહત્ત્વપર્ણ ડોક્યુમેન્ટ્સ ખૂબ જ સુરક્ષિત રાખી શકાય છે. તેના પર એકાઉન્ટ બનાવવા માટે તમારી પાસે આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર હોવા જરૂરી છે. સાઈન અપ માટે http://digitallocker.gov.in/ પર જવાનું રહેશે. અહીં તમે તમારા દસ્તાવેજોને માઈ સર્ટિફિકેશન સેક્શનમાં અપલોડ કરી શકો છો.