માંડ્યા: તામિલનાડુ માટે કાવેરીનું પાણી છોડવાના હાઈકૉર્ટના આદેશ બાદ કર્ણાટકમાં આંદોલન શરૂ થયું હતું. જેમાં રાજ્યના ખેડૂતો અને કન્નડ સર્મથકોએ આજે બેંગલૂરૂ-મૈસુર હાઈવે બંધ કર્યો હતો. કાવેરીને રાજનીતિક કેન્દ્ર માંડ્યા જિલ્લામાં બંધ રાખવામાં આવ્યો હતો. પ્રર્દશનકારીઓએ રસ્તાઓ પર ટ્રાફિક જામ કરી ધરના પ્રર્દશન કર્યા હતા. કાયદો વ્યવસ્થા જાળવવા માટે કાવેરી ક્ષેત્રમાં સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
હાઈકૉર્ટે કર્ણાટકને આદેશ કર્યો છે કે તામિલનાડુના ખેડૂતોની મુશ્કેલી દુર કરવા માટે 10 દિવસ સુધી તેમને 15000 ક્યૂસેક પાણી આપવું. આ આદેશ બાદ કાવેરી વિવાદ ગરમાયો અને તેને ધ્યાનમાં રાખી 9 સપ્ટેમ્બર સુધી કૃષ્ણરાજસાગર બંધની આજૂબાજુ પ્રવેશ નિષેધ કરાયો છે. પોલીસે જણાવ્યું કે માંડ્યામાં પ્રર્દશનકારીઓએ સરકારી કચેરીમાં પણ તોડફોડ કરી બંધ કરવાના પ્રયાસો કરાયા છે.