નવી દિલ્હી: કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યુ છે. ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમમાં દિગ્વિજયસિંહે કહ્યું, કેટલાક લોકો ભગવા કપડા ધારણ કરીને અનૈતિક કામ કરી રહ્યા છે. અને મંદિરને પવિત્ર કરવાનું કામ કરવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યું, ભગવા કપડા પહેરી બળાત્કાર કરનારાને ઈશ્વર ક્યારેય માફ નહી કરે.


દિગ્વિજયસિંહે કાર્યક્રમમાં પોતાના સંબોધનની શરૂઆત જય સિયારામના નારા સાથે કરી હતી. તેમણે કહ્યું, કેટલીક પાર્ટીના નેતાઓ જયશ્રી રામના નારા લગાવે છે. પરંતુ કેટલીક પાર્ટીનાં નેતાઓ સીતા માતાને ભૂલી ગયા છે. ત્યારે આ પ્રકારના નિવેદન બાદ ભાજપે દિગ્વિજયસિંહનો વિરોધ કર્યો છે.

દિગ્વિજયસિંહે આપેલા વિવાદિત નિવેદન બાદ સંત સમાજ લાલઘૂમ થયો છે. ભોપાલમાં દિગ્વિજયસિંહનો વિરોધ સંત સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. દિગ્વિજય સિંહે ભોપાલમાં એક કાર્યક્રમમાં જનસભા દરમ્યાન જણાવ્યુ હતુ કે, કેટલાક લોકો ભગવો ધારણ કરીને અનૈતિક કામ કરી રહ્યા છે.