પીએમ મોદીએ રાયસણમાં માતા હીરાબા સાથે બપોરનુ ભોજન લીધુ, ગુજરાતી વાનગીઓ જમ્યા
abpasmita.in | 17 Sep 2019 03:07 PM (IST)
પીએમ મોદીએ રાયસણમાં માતા હીરાબા સાથે બપોરનુ ભોજન લીધુ, કાંસાની થાળીમાં પુરણપુરી અને શાક સહિતની ગુજરાતી વાનગીઓ આરોગી હતી
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન માતા હીરાબાના આર્શીવાદ લીધા, ગાંધીનગરના રાયસણમાં હીરાબાના ઘરે જઇને આર્શીવાદ લઇને કાંસાની થાળીમાં ભોજન લીધુ હતુ. પીએમ મોદીએ રાયસણમાં માતા હીરાબા સાથે બપોરનુ ભોજન લીધુ, કાંસાની થાળીમાં પુરણપોળી સાથે ત્રણ શાક અને દાળ સાથેની ગુજરાતી વાનગીઓ આરોગી હતી. ઉલ્લેખનીય છે કે, આજે પીએમ મોદીનો 69મો જન્મદિવસ છે, અને આ પ્રસંગે ગુજરાતની મુલાકાતે છે. આ પહેલા પીએમ મોદીએ કેવડિયામાં એક જાહેરસભાને સંબોધી, અહીં તેમને સરદાર સરોવર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.