રક્ષા મંત્રાલયના દસ્વાતેજોમાં ખુલાસો, ‘ભારતીય ક્ષેત્રમાં ચીની સૈનિકોની આક્રમકતા વધી, લાંબુ ચાલશે ઘર્ષણ’
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Aug 2020 02:05 PM (IST)
5 મે બાદથી ચીનનું આ અક્રમક રૂપ એલએસી પર જોવા મળી રહ્યું છે. 5 અને 6 મેના રોજ પેંગોગ ત્સોમાં ભારત અને ચીનની સેનાની વચ્ચે ઘર્ષણ થયું હતું.
નવી દિલ્હીઃ રક્ષા મંત્રાલયના એક દસ્વાજેમાં કહેવામાં આવ્યું છે કે, એલએસી પર ચીનની દખલ વધી રહી છે અને ગતિરોધ લાંબા સમય સુધી ચાલી શકે છે. દસ્વાતેજમાં 15 જૂનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 15 જૂનના રોજ ગલવાન ખીણમાં હિંસક અથડામણમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા હતા. જેમાં કર્લન રેંકના અધિકારી પણ સામેલ હતા. ઘર્ષણમાં ચીની સેનાને પણ નુકસાન પહોંચ્યું હતું. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, ચીની પક્ષે કુગરાંગ નાલા (હોટ સ્પ્રિંગ્સના ઉત્તરમાં પેટ્રોલિંગ પોઈન્ટ-15ની પાસે), ગોગરે (પીપી-17 એ) અને પેંગોંગ ત્સોના ઉત્તરી તટ પર 17-18 મેના રોજ ઘુસણખોરી કરી હતી. આ દસ્તાવેજને મંત્રાલયની વેબસાઈટ પર 4 ઓગસ્ટના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. 5 મે બાદથી ચીનનું આ અક્રમક રૂપ એલએસી પર જોવા મળી રહ્યું છે. 5 અને 6 મેના રોજ પેંગોગ ત્સોમાં ભારત અને ચીનની સેનાની વચ્ચે ઘર્ષણ થયું હતું. ડોક્યૂમેન્ટ અનુસાર ચીને 17થી 18 મેની વચ્ચે લદ્દાખમાં કુંગરાંગ નાલા, ગોગરા અને પેંગોગ ત્સો તળાવના ઉત્તર કિનારે અતિક્રમણ કર્યું છે.