શિવકુમારે કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટ્વિટ કરીને કહ્યું, તમારી શુભેચ્છા અને આશીર્વાદથી હું ઝડપથી સાજો થઈને ફરીશ. મારા સંપર્કમાં આવેલા લોકોને પૂરતી કાળજી લેવાની અપીલ કરું છું. શિવકુમારની ગણના કોંગ્રેસના સંકટમોચક તરીકે થાય છે.
સોમવારે શિવકુમારમાં ખાંસી અને તાવ જેવા લક્ષણો જોવા મળ્યા હતા અને બે દિવસથી પીઠમાં પણ દુઃખાવો થતો હતો. શનિવારે શિવકુમારે ટ્વિટ કર્યુ હતું કે સ્વાસ્થ્ય સંબંધી કારણોથી રાજ્યના અનેક પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત સ્થગિત કરી રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં આજે કોરોનાના નવા 60,971 કેસ નોંધાયા હતા અને 848 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 31,67,324 પર પહોંચી છે, જેમાંથી 7,04,348 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 24,04,585 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 58,390 પર પહોંચ્યો છે.