રસીની વિસ્તૃત જાણકારી ભારત ાસથે શેર કરી રહ્યું છે રશિયા- સૂત્ર
કહેવાય છે કે, રશઇયા પોતાની રસી Sputnik-5ની વિસ્તૃત જાણકારી ભારત સાથે શેર પણ કરી રહ્યું છે. તેને લઈને રશિયાએ બાયોટેક્નિક વિભાગ અને આઈસીએમઆરનો પણ સંપર્ક કર્યો છે. અહેવાલ એ પણ છે કે, આજે સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠકમાં રશિયાના રાજદૂત પણ હાજર હતા.
રશિયાએ ભારતમાં રસીનું ઉત્પાદન કરવાની ઇચ્છા વ્યક્ત કરી
જણાવીએ કે, આ પહેલા અહેવાલ આવ્યા હતા કે રશિયા ભારત સાથે ભાગીદારી કરવા ઇચ્છુક છે. રશિયાએ ભારતમાં કોરોનાની દવા Sputnik-5નું મોટા પાયે ઉત્પાદન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. રશિયા આરડીઆઈએફના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) કિરિલ દિમિત્રિએવે કહ્યું કે, રશિયા કોવિડ-19ની રસી Sputnik-5ના ઉત્પાદન માટે ભારતની સાથે ભાગીદારી પર વિચાર કરી રહી છે.
દમિત્રિએવે કહ્યું કે, લેટિન અમેરિકા, એશિયા અને પશ્ચિમ એશિયાના અનેક દેશો રસીના ઉત્પાદન માટે ઇચ્છુક છે. તેમણે કહ્યું, ‘આ રસીનું ઉત્પાદન ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે અને હાલમાં અમે ભારતની સાથે ભાગીદારીની આશા રાખી રહ્યા છીએ. એ કહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે રસીના ઉત્પાદન માટે થનારી આ ભાગીદારી અમને માગને પહોંચી વળવા માટે સક્ષમ બનાવશે. રશિયા આંતરરાષ્ટ્રીય સહયોગની પણ આશા રાખી રહ્યું છે.’