નવી દિલ્હી: કૉંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારની જામીન અરજી અંગે કોર્ટ ચૂકાદો અનામત રાખ્યો છે. કોર્ટ જામીન અરજી અંગે 25મી સપ્ટેમ્બરે ચુકાદો આપશે. ડીકે શિવકુમાર મની લોન્ડ્રિંગ કેસ મામલે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે. જામીન અંગે કોર્ટમાં તમામ પ્રકારની દલીલને પૂર્ણ કરી દેવામાં આવી છે. ડીકે શિવકુમાર અત્યારે દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.


શિવકુમારને ઈડીની કસ્ડટી દરમ્યાન દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડિસ્ચાર્જ થયા બાદ તેમને તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ગત દિવસે શિવકુમારને ફરીવાર આરએમએલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડીકે શિવકુમારને છાતીમાં દુખાવો અને બીપીની તકલીફના કારણે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

કૉંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમાર અત્યારે ઈડીની કસ્ટડીમાં છે. અને તેઓ મની લોન્ડ્રિંગ કેસ મામલે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે.