નવી દિલ્હી: આજના સમયમાં 99 ટકા લોકો પૈસાની લેવડ-દેવડ માટે ATMનો ઉપયોગ કરે છે. પરંતુ કેટલીકવાર એટીએમનો કાળજીપૂર્વક ઉપયોગ ન કરવાને કારણે ગ્રાહકને નુકસાન સહન કરવું પડે છે. એટલા માટે બેંક પોતાના ગ્રાહકોને એટીએમ સંબંધિત માહિતી વિશે ચેતવણી પણ આપે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર પણ એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.


તે જણાવે છે કે ટ્રાન્ઝેક્શન પહેલા ATM પર બે વાર 'કેન્સલ' બટન દબાવવાથી પિનની ચોરી અટકાવી શકાય છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દાવો ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા કરવામાં આવ્યો છે.


PIB ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. આરબીઆઈ દ્વારા આવો કોઈ સંદેશ જારી કરવામાં આવ્યો નથી. જ્યારે તેણે આ સમાચારની તપાસ કરી તો ખબર પડી કે આ નિવેદન નકલી છે અને તેને આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવ્યું નથી.


વાયરલ સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે, એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે એક ખૂબ જ ઉપયોગી ટિપ એટીએમ મશીનમાં કાર્ડ દાખલ કરતા પહેલા 'રદ કરો' બટનને બે વાર દબાવો. જો કોઈએ તમારો PIN કોડ ચોરવા માટે કીપેડ સેટ કર્યું હોય, તો તે એવા કોઈપણ સેટઅપને રદ કરશે.






તમે ફોટા અને સમાચાર પણ મોકલી શકો છો


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.