Download Voter ID card : આજના સમયમાં દરેક કામ માટે આધાર કાર્ડ જરૂરી હોવા છતાં વોટર આઈડીનું પણ એક અલગ જ મહત્વ છે. મતદાર ID વગર તમે મતદાન કરી શકતા નથી. તેથી મત દાન સમયે મતદાર ID સૌથી વધુ જરૂરી છે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં મતદાન કરવા માટે વોટર આઈડીની જરૂર પડશે. તમે તેને ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરીને પૂર્ણ કરી શકો છો. જો તમે હજુ સુધી તમારું વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કર્યું નથી, તો તમે તેને ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.


તમને જણાવી દઈએ કે મતદાર આઈડી કાર્ડ ભારતીય નાગરિકો માટે જરૂરી દસ્તાવેજ છે. તે લોકોને 18 વર્ષની વય વટાવ્યા પછી સરકાર દ્વારા જારી કરવામાં આવે છે. તે મતદાન સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લોકો તેનો ઉપયોગ ઓળખ અને સરનામાના પુરાવા માટે કરી શકે છે.


સૌ પ્રથમ તમારે મતદાર સેવા પોર્ટલની મુલાકાત લેવાની રહેશે. અહીં ગયા પછી, તમને પોર્ટલ પર સાઇન ઇન કરવાનો વિકલ્પ દેખાશે. અહીં વિગતો ભર્યા પછી તમારે 'સાઇન અપ' કરવું પડશે. ત્યારબાદ પાસવર્ડ અને મોબાઈલ નંબર OTP પણ નાખવો પડશે. આ પછી 'ફોર્મ 6' પણ દેખાશે. અહીં તમે સામાન્ય મતદાર તરીકે નવી નોંધણી કરી શકશો. અહીં તમને 'E-EPIC ડાઉનલોડ'નો વિકલ્પ પણ દેખાશે. ધ્યાનમાં રાખો કે તમારે EPIC નંબર ખૂબ જ સમજી વિચારીને ભરવાનો રહેશે. બધી વિગતો ભર્યા પછી, OTP વિકલ્પ દેખાશે. OTP દાખલ કર્યા પછી. 'E-EPIC ડાઉનલોડ' પણ દેખાશે. તેના પર ક્લિક કરતાની સાથે જ તમારું વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ થઈ જશે.


આઈડી કાર્ડ PDF ફોર્મમાં ડાઉનલોડ કરી શકો છો


તમે ડીજીટલ વોટર આઈડી કાર્ડ PDF ફોર્મમાં ડાઉનલોડ કરી શકો છો અને તેને તમારા ફોનમાં સુરક્ષિત રાખી શકો છો. આ પછી તમે તેને ડિજીલોકર જેવા ડિજિટલ લોકરમાં સેવ કરી શકશો. ડીજીટલ વોટર આઈડી માટે મોબાઈલ નંબર વોટર આઈડી કાર્ડ સાથે લીંક હોવો જરૂરી છે. આવી સ્થિતિમાં યુઝર્સને પહેલા KYC અપડેટ કરવું પડશે. ત્યારબાદ તમે ઈ-વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકશો.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial