નવી દિલ્હી: કોવિડ- 19 વેક્સીની તમામ અટકળો વચ્ચે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને રવિવારે કહ્યું કે ભારત સરકારનું લક્ષ્ય છે કે જુલાઈ 2021 સુધી 25 કરોડ લોકોને રસી આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. તેમણે કહ્યું કે વેક્સીન તૈયાર થયા બાદ રસી આપવાની યોજના બનાવવામાં આવી રહી છે.


ડૉ હર્ષવર્ધને કહ્યું કે દેશના પ્રત્યેક નાગરિકને વેક્સીની ઉપલબ્ધ થાય તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અમારી સરકાર દિવસ રાત કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે સરકાર 40થી 50 કરોડ ડોઝ પ્રાપ્ત કરવા અને ફરી ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે. તેમણે કહ્યું કે સરકાર ભારતીય વેક્સીન નિર્માતાઓને સંપૂર્ણ સમર્થન આપી રહી છે.

હર્ષવર્ધને કહ્યું વેક્સીન ખરીદવાનું કામ કેન્દ્ર સરકાર કરશે. સ્વાસ્થ્ય મંત્રાલય એક ફોર્મ તૈયાર કરી રહ્યું છે. રસીકરણ માટે ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવશે. રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને કહેવામાં આવ્યુ છે કે તેઓ એવા લોકોની માહિતી મોકલશે કે જેને રસી માટે પ્રાથમિકતા આપવામાં આવવી જોઈએ. હેલ્થ વર્કસમાં સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલના ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, આશા વર્કર, સફાઈ કર્મચારી સામેલ હશે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ