નવી દિલ્હીઃ કોરોના મહામારીના વધતા સંકટને ધ્યાનમાં રાખીને દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો છે. કેજરીવાલ સરકારે કોરોનાના કારણે દિલ્હીની તમામ સ્કૂલોને 31 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો ફેંસલો કર્યો છે. દિલ્હીની ડેપ્યૂટી સીએમ અને શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. તેમને લખ્યું- આ સમયે બાળકોના સ્વાસ્થ્યને લઇને કોઇ જોખમ લેવો ઉચિત નથી.


મનિષ સિસોદિયાએ ટ્વીટ કર્યુ- દિલ્હીની તમામ સ્કૂલો કોરોનાના કારણે 31 ઓક્ટોબર સુધી બંધ રહેશે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, એક પેરન્ટ્સ હોવાના નાતે તે પરિસ્થિતિને ગંભીરતાથી સમજે છે. આ સમયે બાળકોના સ્વાસ્થ્યને લઇને કોઇ જોખમ લેવુ ઉચિત નથી.



ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે પહેલા સ્કૂલ બંધ કરવાની સમયમર્યાદાને 5 ઓક્ટોબર સુધી લંબાવી હતી, જોકે કેન્દ્ર સરકારે 9 અને 12માં ધોરણના વિદ્યાર્થીઓને 21 સપ્ટેમ્બરથી સ્વૈચ્છિક આધાર પર સ્કૂલોમાં બોલાવવાની અનુમતિ આપી છે.

કોરોનાના કારણે હાલ દેશભરમાં વિશ્વવિદ્યાલયો અને વિદ્યાલયો 16 માર્ચથી બંધ છે, બાદમાં કેન્દ્ર સરકારે કોરોનાને રોકવા માટે 25 માર્ચથી દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે દિલ્હીમાં અત્યાર સુધી કોરોનાના 2,87,930 છે, દરરોજ બે હજારથી વધુ નવા દર્દીઓ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે. દિલ્હીમાં અત્યાર સુધી 2,57,224 લોકો કોરોના સામે જગ જીતી ચૂક્યા છે, અને 5472 જીવ ગુમાવી ચૂક્યા છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ