નવી દિલ્હી: દેશમાં કોરોના સંકટ વચ્ચે DRDOએ એક મોટા રાહતના સમાચાર આપ્યા છે. ડીસીજીઆઈએ ડીઆરડીઓની એન્ટી કોવિડ દવા ડીઓક્સી-ડી-ગ્લૂકોઝ(2-DG)ને  ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. DRDOએ આ દવાને ડૉ રેડ્ડીઝ લેબોરેટરી સાથે મળીને તૈયાર કરી છે. 



DRDOનો દાવો છે કે આ ગ્લુકોઝ આધારિત દવાના ઉપયોગથી કોરોનાગ્રસ્ત દર્દીઓએ ઓક્સિજન પર વધારે નિર્ભર નહીં રહેવું પડે અને ઝડપથી સ્વસ્થ થઈ શકશે. ક્લિનિકલ ટ્રાયલ બાદ ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે આ દવાને ઈમરજન્સી ઉપયોગ માટે લીલી ઝંડી આપી દીધી છે.



DRDOના જણાવ્યા અનુસાર, આ એન્ટિ-કોવિડ દવા '2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ' , જેને 2-ડીજી તરીકે પણ ઓળખવામાં આવે છે. ડીઆરડીઓની દિલ્હી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સિસ (INMAS) એ હૈદરાબાદની રેડ્ડી લેબના સહયોગથી દવા તૈયાર કરી છે. ડીઆરડીઓ દાવો કરે છે કે ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન જાણવા મળ્યું કે , જેમને આ દવા આપવામાં આવી હતી તે કોવિડ-દર્દીઓનો આરટીપીસીઆર રિપોર્ટ ટૂંક સમયમાં નેગેટિવ આવ્યો હતો.



ડીઆરડીઓની આ દવા વિશે માહિતી આપતા સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર રીતે જાણાવ્યું કે, આ એક જેનેરિક મોલ્કિયૂલ છે અને તે ગ્લુકોઝનું એનાલોગ છે, તેથી તે બજારમાં પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. તે એક એસેઓમાં પાઉડર સ્વરૂપમાં મળે છે અને તેને પાણીમાં ઓગાળીને પી શકાય છે. 



સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ફેસ -3ના કુલ 220 દર્દીઓ પર ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું. આ ટ્રાયલ દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ગુજરાજ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને તમિલનાડુની 27 હોસ્પિટલોમાં લેવામાં આવ્યા હતા. આ પરીક્ષણોનાં પરિણામો ડીસીજીઆઈ સમક્ષ રજૂ કરાયા હતા. આ પરિણામોમાં, એવું જાણવા મળ્યું છે કે કોવિડ દર્દીઓ કે જેને 2ડીજી દવાઓ આપવામાં આવી રહી છે તેમને ઓક્સિજન આપવાની જરૂરિયાત ખૂબ ઓછી હતી.


ત્રીજા દિવસથી જ, આ દવાની અસર દર્દીઓમાં જોવા મળી હતી.જો કે, તે દરમિયાન અન્ય દવાઓ કે જે કોવિડ દર્દીઓને આપવામાં આવી હતી, તેમને કૃત્રિમ ઓક્સિજન આપવાની જરૂર પડી રહી હતી. 65 વર્ષથી વધુ ઉંમરના કોવિડ દર્દીઓમાં પણ આવા જ પરિણામો જોવા મળ્યાં હતાં.


ડીઆરડીઓના એક સાયન્ટિસ્ટે એબીપી ન્યૂઝને જણાવ્યું કે, આ 2ડીજી દવા કોવિડથી પીડાતા દર્દીના શરીરમાં વાયરસ સાથે ઓગળી જાય છે. જેના કારણે વાયરસ વધતો નથી. વાયરસ સાથે તેનું સંયોજન આ દવાને અલગ બનાવે છે.