નવી દિલ્હી: કોરોના મહામારીમાં દેશમાં ઑક્સિજન, જરૂરી દવાની ઉપલબ્ધતા અને કોરોના સામે લડવા ભવિષ્યની તૈયારીઓ પર સૂચન આપવા માટે સુપ્રીમ કોર્ટે 12 સભ્યોની નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી છે. આ ટાસ્ક ફોર્સમાં 10 પ્રસિદ્ધ ડૉક્ટર છે. કેબિનેટ સેક્રેટરી અથવા તેમના દ્વારા મનોનીત અધિકારી સંયોજક અને સ્વાસ્થ્ય સચિવ પણ સભ્ય રહેશે.
ટાસ્ક ફોર્સના સભ્યો
1. ડૉ. ભાબાતોશ બિસ્વાસ, પૂર્વ વાઈસ ચાન્સેલર, પશ્ચિમ બંગાળ યૂનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ, કોલકાતા
2. ડૉ. દેવેન્દ્ર સિંહ રાણા, ચેરપર્સન, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, શ્રી ગંગારામ હોસ્પિટલ, દિલ્હી
3. ડૉ. દેવી પ્રસાદ શેટ્ટી, ચેરપર્સન એન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, નારાયણા હેલ્થકેર, બેંગલુરુ
4. ડૉ. ગગનદીપ કાંગ, પ્રોફેસર, ક્રિશ્ચન મેડિકલ કોલેડ, વેલ્લોર, તમિલનાડુ
5. ડૉ. જેવી પીટર, ડિરેક્ટર, ક્રિશ્ચન મેડિકલ કોલેજ, વેલ્લોર, તમિલનાડુ
6. ડૉ. નરેશ ત્રેહાન, ચેરપર્સન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર, મેદાંતા હોસ્પિટલ એન્ડ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ, ગુડગાંવ
7. ડૉ. રાહુલ પંડિત, ડિરેક્ટર, ક્રિટિકલ કેર મેડિસિન એન્ડ ICU, ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડ, મુંબઈ
8. ડૉ. સૌમિત્ર રાવત, ચેરમેન એન્ડ હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ સર્જિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજી એન્ડ લિવર ટ્રાન્સપ્લાન્ટ, સર ગંગારામ હોસ્પિટલ, દિલ્હી
9. ડૉ. શિવકુમાર સરીન, સીનિયર પ્રોફેસર, એન્ડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ હીપેટોલીજી, ડિરેક્ટર, ઈન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બાઈલિયરી સાયન્સ, દિલ્હી
10. ડૉ. જરીર અફ ઉદવાડિયા, કન્સલટન્ટ ચેસ્ટ ફિઝિશિયન, હિન્દુજા હોસ્પિટલ, બ્રીચ કેન્ડી હોસ્પિટલ એન્ડ પારસી જનરલ હોસ્પિટલ, મુંબઈ
11. સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ હેલ્ડ એન્ડ ફેમિલી વેલફેર
12. કન્વીનર ઓફ ધી નેશનલ ટાસ્ક ફોર્સ (જે પણ સભ્ય હોય) કેન્દ્ર કે કેબિનેટ સેક્રેટરી
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,078 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4187 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,18,609 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 18 લાખ 92 હજાર 676
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 79 લાખ 30 હજાર 960
કુલ એક્ટિવ કેસ - 37 લાખ 23 હજાર 446
કુલ મોત - 2 લાખ 38 હજાર 270
છેલ્લા સાત દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
કેસ |
મોત |
7 મે |
4,14,188 |
3915 |
6 મે |
4,12,262 |
3980 |
5 મે |
3,82,315 |
3780 |
4 મે |
3,57,299 |
3449 |
3 મે |
3,68,147 |
3417 |
2 મે |
3,92,498 |
3689 |
1 મે |
4,01,993 |
3523 |
16 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 73 લાખ 46 હજાર 544 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
રાજ્યોની હાલત છે ખરાબ
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.