નવી દિલ્હીઃ કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને સરકારે જરૂરી પગલા ભરી રહી છે. મૉલ, શૉપિંગ કૉમ્પેલેક્ષ, એરપોર્ટ, સ્કૂલો અને મેટ્રો સ્ટેશન જેવી સાર્વજનિક જગ્યાઓને કોરોના વાયરસથી ડિસઇન્ફેક્ટ કરવા માટે ખાસ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.

ડીઆરડીઓએ એલ્ટ્રા વાયૉલેટ ટેકનિકની ચાલતો એક ખાસ ડિસઇન્ફેક્ટ ટાવરને તૈયાર કર્યો છે. વાઇ-ફાઇના કારણે ચાલનારા આ ટાવરથી 400 ફૂટ સ્ક્વેર એરિયાને અડધા કલાકમાં વાયરસ ફીર કરી શકાય છે.

રક્ષા મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં કહ્યુ છે કે આ કોઇ મોટા એરિયામાં જ્યાં ખતરો સૌથી વધુ છે, અને કેમિકલનો ઉપયોગ નથી થઇ શકતો, ત્યાં આ યૂવી બ્લૉસ્ટર એકદમ કારગર છે.



માહિતી પ્રમાણે, આ યુવી (એલ્ટ્રા વાયૉલેટ) બ્લાસ્ટરને વાઇફાઇ દ્વારા મોબાઇલ કે પછી લેપટૉર સાથે રિમૉટલી (એટલે દુરથી) પણ ઓપરેટ કરી શકાય છે. આ મશીનમાં છે યુવી-સી લેમ્પ લાગેલા છે. દરેક લેમ્પ 43 વૉટના છે, અને 360 ડિગ્રી એટલે કે ચારેય દિશાઓમં રોશની ફેંકે છે.

એક મશીન 12x12 ફૂટના રૂમને 10 મિનીટમાં કોરોના વાયરસ મુક્ત કરવાનો દાવો ડીઆરડીઓએ કર્યો છે. ચારસો સ્ક્વેર ફૂટના રૂપમને અડધો કલાક કૉવિડ-19 વાયરસથી ફ્રી કરી શકાય છે.

આ ડિસઇન્ફેક્ટ ટાવરને ડીઆરડીઓ એટલે કે રિસર્ચ એન્ડ ડેવલૉપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ગુરુગ્રામની એક પ્રાઇવેટ કંપનીની સાથે મળીને તૈયાર કર્યો છે.