ડીઆરડીઓના મહાનિર્દેશક એકે સિંહના મુજબ, આ એન-99 માસ્કને ટૂંક સમયમાં સરકારી એજન્સીઓને સોંપવામાં આવશે. એકે સિંહે દાવો કર્યો છે કે આ માસ્ક 99 ટકા કોરોના વાયરસ સામે લડવાની ક્ષમતા રાખે છે. ઉલ્લેખનીય છે કે ગ્વાલિયરમાં આવેલી ડીઆરડીઈની લેબ ભારતમાં ખાસ બાયોસેફ્ટી લેબમાંથી એક છે જે કેમિકલ અને બાયોલોજિકલ હથિયારો સામે લડવા ટેકનીક તૈયર કરે છે.
હાલમાં જ ડીઆરડીઓ લેબે ખાસ ફોરમ્યૂલેશનના સૈનેટાઈઝર અને ફર્શ સાફ કરવા માટે ડિસઈંફેક્ટેંટ તૈયાર કર્યા હતા. અત્યાર સુધીમાં આ ફોરમ્યૂલેશને આઈબી,સીબીઆઈ,એનટીઆરઓ,એસપીજી,નીતિ આયોગ,થલસેના,વાયુસેના,નૌસેના,રક્ષા મંત્રાલય,પીએમઓ અને પ્રધાનમંત્રીના 7 એલકેએમ રોડ સ્થિત આવાસને ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આશરે 20 હજાર લીટર સેનેટાઈઝર એકલા દિલ્હી પોલીસને સપ્લાઈ કરવામાં આવ્યું છે.