મહત્વની વાત છે કે, સમગ્ર દેશમાં આગામી 3 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે જેને લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં જણાવ્યું હતું કે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા 3 મે સુધી બંધ રાખવામાં આવી છે.
પ્રધાનમંત્રી મોદીની લોકડાઉન વધારવાની જાહેરાત બાદ ભારતીય રેલવેએ પણ મોટો નિર્ણય લીધો હતો. રેલવે દ્વારા પણ તમામ ટ્રેનો 3 મે સુધી નહીં દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા ટ્રેનો 15 એપ્રલિથી શરૂ થાય તેવી વાતો હતી.
દેશમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા 10,363 પર પહોંચી છે. જ્યારે 339 લોકોના મોત થયા છે અને 1036 લોકો સાજા થઈ ગયા છે.