કોરોના માટે DRDOએ anti-Covid drug 2-DG બનાવી છે. ડીઆરડીઓનો દાવો છે કે કોરોનાના તમામ વેરિયન્ટ સામે આ દવા કારગર છે. હવે એક નવા રિસર્ચમાં એ પણ સાબિત થયું છે કે 2-ડીજી દવા કોરોનાના તમામ વેરિયન્ટ વિરૂદ્ધ સારી રીતે કામ કરે છે. રિસર્ચ અનુસાર આ દવા SARS-CoV-2ની જટિલતાને ઓછી કરે છે અને સ્વસ્થ્ય કોશિકાઓને infection-induced cytopathic effect (CPE)થી બચાવે છે.


એટલું જ નહીં કોશિકાઓને SARS-CoV-2નો ચેપ લાગવા પર પ્રભાવને ઘટાડે છે. તેની સાથે જ કોશિકાઓને મરવા પણ નથી દેતી. આ રિસર્ચ 15 જૂનના રોજ પ્રકાશિત થયું છે. આ રિસર્ચના લેખક છે – આનંદ નારાયણ ભટ્ટ, અભિષેક કુમાર, યોગેશ રાય, દિવ્યા વેદાગિરી અને અન્ય.


હૈદ્રાબાદ સ્થિત ડો. રેડ્ડી લેબ દ્વારા 2ડીજી પર ચલાવવામાં આવેલ ક્લિનીકલ ટ્રાયલના પ્રમુખ વૈજ્ઞાનિક રહે આઈએનએમએસ ના ડો. અનંત નારાયણ ભટ્ટે અને ડો. સુધીર ચાંદનાએ જોયું કે, ત્રીજા તબક્કાના ટ્રાયલમાં આ દવા અનેક વેરિયન્ટ સામે અસરકારક છે. ડો. ભટ્ટે કહ્યું કે, હવે વાયરસનું કોઈપણ વેરિયન્ટ હોય તેને ગ્લૂકોઝની જરૂરત હશે. જેને અટકાવાવનું કામ આ દવા કરે છે. તેની સાથે જ વાયરસના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અમીનો એસિડનો પુરવઠો કોશિકામાં રોકાય જાય છે, જેથી તેની સંખ્યા નથી વધી શકતી.


ડીઆરડીઓએ બનાવી છે દવા


2-ડીજી દવાની અસરનું વિશ્લેષણ માત્ર બે અલગ અલગ વેરિન્ય (બી.6 અને બી.1.1.7) પર કરવામાં આવ્યું હતું, પરંતુ તેના એન્ટી વાયરલ ગુણ કોરોનાના તમામ વેરિયન્ટ પર અસરકારક સાબિત થયા છે. વિતેલા દિવસોમાં ડીઆરડીઓ અને Dr Reddy’s Laboratoriesએ મળીને 2-ડીજી દવા બનાવી છે. મેમાં આ દવાને કોરોનાના ગંભીર અને હળવા લક્ષણોવાળા દર્દી પર ઉપયોગ માટે ઇમરજન્સી મંજૂરી મળી હતી. 2-ડીજીના ક્લિનિકલ ટ્રાલયમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેનાથી દર્દીની ઓક્સિજન પર નિર્ભરતા ઘટશે અને હોસ્પિટલમાં દાખલ રોગીઓને ઝડપથી સાજા થવામાં મદદ મળશે.