થિરુવનંતપુરમઃ કોરોનાના કેસ વધતાં અનેક રાજ્યોએ લોકડાઉન (Lockdown) લગાવ્યું હતું. હાલ કોરોનાના કેસ (Corona Cases) ઘટી રહ્યા છે ત્યારે રાજ્યો દ્વારા લગાવવામાં આવેલા નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કેરળમાં પણ આજથી લોકડાઉન હટાવાયું છે.


ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, કેરળના થિરુવનંતપુરમમાં કોવિડ-19 લોકડાઉન બાદ આજથી કેરળ સ્ટેટ બેવરેજીસ કોર્પોરેશનના આઉટલેટ (liquor outlets and bars reopen) ફરીથી ખૂલ્યા છે. જેની બહાર લોકોએ દારૂ ખરીદવા વરસાદમાં પણ લાઇનો લગાવી હતી. ભીડને નિયંત્રણમાં રાખવા લીકર શોપની બહાર પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી.


કેરળમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, કેરળમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 1,10,226 છે. જ્યારે 26,39,593 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 11,655 લોકોના કોરોનાથી મોત થયા છે.




દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા નવમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે, જોકે મૃત્યુઆંક ઘટ્યો છે. આજે 67,208 નવા કેસ નોંધાયા હતા  અને 2330 લોકોના મોત થયા હતા.  મંગળવારની સરખામણીએ બુધવારે દેશમાં કોરોનાના કેસમાં સાધારણ ઉછાળો આવ્યો હતો. બુધવારે દેશમાં 62,224 કેસ નોંધાયા હતા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે.  


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67,208 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,03,570 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2330 લોકોના મોત થયા છે.



  • કુલ કેસઃ બે કરોડ 97 લાખ હજાર 313

  • કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 84 લાખ 91 હજાર 670

  • એક્ટિવ કેસઃ 8 લાખ 26 હજાર 740

  • કુલ મૃત્યુઆંકઃ 3,81,903


દેશમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા


ભારતમાં સતત 34માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 26 કરોડ 55 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 27 લાખથી વધુ લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 52 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 19 લાખ 31 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.