નવી દિલ્હી:  DRDO એ 3 ફેબ્રુઆરી, 2026 ના રોજ સવારે 10:45 વાગ્યે ઓડિશા કિનારે ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સોલિડ ફ્યુઅલ ડક્ટેડ રામજેટ (SFDR) ટેકનોલોજીનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું. આ સફળ પરીક્ષણ સાથે ભારત આ અદ્યતન ટેકનોલોજી ધરાવતા દેશોના પસંદગીના જૂથમાં જોડાયું છે.

આ ટેકનોલોજી લાંબા અંતરની એર-ટુ-એર મિસાઇલોના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ટેક્નોલોજીથી  સંભવિત વિરોધીઓના મુકાબલે  રણનીતિક વધારો મળે છે.  પરીક્ષણ દરમિયાન, તમામ પ્રમુખ  સબસિસ્ટમ્સે અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું, જેમાં નોઝલ-લેસ બૂસ્ટર, સોલિડ ફ્યુઅલ ડક્ટેડ રામજેટ મોટર અને ફ્યુઅલ ફ્લો કંટ્રોલર સામેલ હતા. 

ચાંદીપુર રેન્જમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું

Continues below advertisement

Continues below advertisement

સિસ્ટમને પહેલા ગ્રાઉન્ડ બૂસ્ટર મોટરનો ઉપયોગ કરીને નિર્ધારિત મેક સંખ્યા સુધી પહોંચાડવામાં આવી હતી, ત્યારબાદ SFDR સિસ્ટમ સફળતાપૂર્વક તૈનાત કરવામાં આવી હતી. બંગાળના ખાડીના કિનારે ચાંદીપુર સ્થિત ITR દ્વારા તૈનાત કરાયેલા ઘણા ટ્રેકિંગ સાધનોમાંથી મેળવેલા ફ્લાઇટ ડેટા દ્વારા સમગ્ર પરીક્ષણનું નિરીક્ષણ અને ચકાસણી કરવામાં આવી હતી.

પ્રક્ષેપણ દરમિયાન ડીઆરડીઓની ઘણી પ્રયોગશાળાઓ જેમાં જેમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી, હાઈ એનર્જી મટીરિયલ્સ રિસર્ચ લેબોરેટરી, રિસર્ચ સેન્ટર ઈમારત અને  ITR સામેલ છે.  DRDO પ્રયોગશાળાઓના વરિષ્ઠ વૈજ્ઞાનિકો હાજર હતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે અભિનંદન આપ્યા

રક્ષા મંત્રી રાજનાથ સિંહે SFDR ટેકનોલોજીના સફળ પ્રદર્શન બદલ DRDO અને ઉદ્યોગ જગતને અભિનંદન આપ્યા. સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી. કામતે આ સફળ ઉડાન પરીક્ષણમાં સામેલ તમામ ટીમોને અભિનંદન આપ્યા.

SFDR (Solid Fuel Ducted Ramjet)ટેકનોલોજીની વિશેષતાઓ

આ ટેકનોલોજી લાંબા અંતરની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોના વિકાસને સક્ષમ બનાવે છે.પરંપરાગત સિસ્ટમોની તુલનામાં ઉડાન દરમિયાન શાનદાર થ્રસ્ટ પ્રદાન કરે છે.નોઝલ-લેસ બૂસ્ટર અને ડક્ટેડ રેમજેટ મોટરનું મિશ્રણ ઉચ્ચ ઝડપે અસરકારક કામગીરી સુનિશ્ચિત કરે છે.ફ્યૂલ ફ્લો કંટ્રોલર દ્વારા નિયંત્રિત થાય છે, કાર્યક્ષમતામાં વધારો કરે છે.આધુનિક હવાઈ લડાઇ પરિસ્થિતિઓમાં વ્યૂહાત્મક લાભ પ્રદાન કરવામાં મદદ કરે છે.