નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના સંક્રમણના મામલા ભલે ઘટ્યા હોય પરંતુ સતત 40 હજારની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ-19 સંક્રમણથી ઠીક થનારા દર્દીઓમાં ટીબીના મામલા વધ્યા હોવાના અહેવાલનું ખંડન કર્યું છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, કોરોના સંક્રમણ અને ટીબીના મામલાને એક સાથે ન જોડવા જોઈએ. હજુ સુધી તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા સામે નથી આવ્યા. સરકારનું કહેવું છે કે બંને બીમારીઓ સંક્રામક છ અને મુખ્ય રીતે ફેફસા પર હુમલો કરે છે. પરંતુ હાલ તેના પર આરોપ લગાવવો ઠીક નહીં હોય.


થોડા સમય પહલા કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે મધ્યપ્રદેશના ડોક્ટરોએ ટીબીના દર્દીઓમાં અચાનક વધારો થયો હતો અને તેમનો સંબંધ કોવિડ સાથે હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના સંક્રમણ અને ટીબી વચ્ચે સંબંધના અહેવાલનું ખંડન કરીને કહ્યું કે 2020માં કોવિડ-19 સંબંધિત પ્રતિબંધોના પ્રભાવના કારણે ભારતમાં ટીબીના મામલામાં 25 ટકાનો ઘટાડો થયો છે.


મંત્રાલયનું કહેવું છે કે પોસ્ટ કોવિડ સંક્રમણના મામલામાં નબળી ઈમ્યુનિટીના કારણે કોવિડથી સાજા થનારા દર્દીને ટીબીનો વાયરસ સંક્રમિત કરી શકે છે.  ટીબીનો વાયરસ એક નિષ્ક્રિય અવસ્થામાં હોય છે. તે કોઈપણ કારણોસર વ્યક્તિની ઈમ્યુનિટી નબળી થતાં પોતાનો પ્રસાર ઝડપી કરી દે છે.


ભારતમાં કોરોનાની બીજી લહેર હજુ ટળી નથી. ત્રીજી લહેરનો ખતરો વધ્યો છે. દેશમાં બે દિવસ બાદ ફરીથી કોરોનાના 40 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,157 નવા કેસ નોંધાયા હતા  અને 518 સંક્રમિતોના મોત થયા હતા. આ પહેલા શનિવારે 38,079 કેસ અને શુક્રવારે 38,949 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 42,004 લોકો કોરોનાથી ઠીક થયા છે, એટલે કે એક્ટિવ કેસમાં 1364નો ઘટાડો થયો છે.સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 17 જુલાઈ સુધી દેશભરમાં 40 કરોડ 49 લાખ 31 હજાર કોરના વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 51 લાખથી વધારે લોકોને ડોઝ અપાયા હતા.