નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. બીજી બીજુ માર્ચ કાઢવા અને રાષ્ટર્પતિ સાથે મુલાકાત કરવાનો પ્રયત્ન કરવા દરમિયાન પ્રિયંકા ગાંધી સહિત અનેક કોંગ્રેસ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બન્નેએ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા.


રાહુલ ગાંધીએ કહ્યું, ‘નરેન્દ્ર મોદી જીનો એક જ ટાર્ગેટ છે કે ચાર મોટા ઉદ્યોગપતિઓ માટે રૂપિયા બનાવવા. જે લોકો મોદી જી વિરૂદ્ધ ઉભા છે તેમનિ વિરૂદ્ધ કંઈકને કંઈક બોલે છે. ખેડૂતને આતંકવાદી કહે છે, એક દિવસ તે મોહન ભાગવ પણ તેમની વિરૂદ્ધ ઉભા થઈ જાય તો તેમને પણ આતંકવાદી ગણાવી દેશે.’

રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમે ત્રણ લોકો રાષ્ટ્રપતિની પાસે કરોડો સહી લઈને ગયા. આ દેશનો અવાજ છે. ઠંડીનો સમય છે, ખેડૂત આંદોલન કરી રહ્યા છે અને મરી પણ રહ્યા છે. આજે હું અગાઉથી જ કહી રહ્યો છું કે ખેડૂતો અને મજૂરોની સામે કોઈ શક્તિ ઉભી નહીં રહી શકે. જો કાયદો પરત નહીં લેવાય તો આરએસએસ અને ભાજપ જ નહીં, દેશને પણ નુકસાન થવા જઈ રહ્યું છે.’