આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ખબર વાયરલ થઈ છે. જેમાં બ્રિટનથી આવેલા કોરોના પોઝિટિવમાંથી અડધા લોકો નવા કોરોના વાયરસથી સંક્રમિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેને પીઆઈબીએ ખોટો ગણાવ્યો છે. વાયરલ મેસેજ મુજબ, બ્રિટનથી આવેલા કોરોના પોઝિટિવ મુસાફરોમાંથી અડધા નવા સ્ટ્રેનથી સંક્રમિત હોવાનો દાવા કરાયો છે. જેને લઈ પીઆઈબી ફેક્ટે એક ન્યૂઝ પેપરના સ્ક્રિનશોટ સાથે લખ્યું, આ અહેવાલ ખોટો છે.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
BCCIનાં ડબલ સ્ટાન્ડર્ડ, કોહલીને પેટર્નિટી લીવ, ટેસ્ટ ટીમમાં નહીં હોવા છતાં પિતા બનેલા ક્રિકેટરને ઓસ્ટ્રેલિયામાં રોકી રાખ્યો, જાણો કોણ છે આ ખેલાડી ?
કોરોનાને ફેલાતો રોકવા માત્ર માસ્ક પહેરવું જરૂરી નથી, જાણો રિસર્ચમાં શું થયો મોટો ખુલાસો