નવી દિલ્હીઃ કોરોના વાયરહસ મહામારીથી સમગ્ર વિશ્વમાં હાહાકાર છે. ત્યારે લોકોને આ વાયરસથી બચવા માટે લોકડાઉન લગાવવામાં આવ્યું જેના કારણે લોકો ઘરમાં કેદ થઈ ગયા. પરંતુ લોકડાઉન દરમિયાન ઘણી એવી વસ્તુ છે જેની ખરીદીમાં મોટો ઉછાળો આવ્યો છે જેમાં કોન્ડોમ, રોલિંગ પેપર, ગર્ભનિરોધ ગોળી આઈપિલ, પ્રેગ્નેન્સી ટેસ્ટ કિટ્સ અને ખાવા પીવાની વસ્તુ સામેલ હતી. આ વાત Dunzo appના ડિલીવરી ટ્રેન્ડન્સના રિપોર્ટમાં સામે આવી છે.


સૌથી વધારે હૈદ્રાબાદમાં થઈ કોન્ડમોની ખરીદી

Dunzo એપે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, રાતની તુલનામાં દિવસે કોન્ડોમના ઓર્ડર સૌથી વધારે આવ્યા. સામાન્ય દિવસની તુલનામાં તેમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. સર્વે અનુસાર હૈદ્રાબાદમાં અંદાજે 6 ગણી, ચેન્નઈમાં 5 ગણી અને જયપુરમાં 4 ગણી વધારે ખરીદી કોન્ડોમની થઈ. જ્યારે મુંબઈ અને બેંગલુરુમાં દિવસે કોન્ડોમના ઓર્ડરમાં 3 ગણો વધારે નોંધાયો હતો.

રોલિંગ પેપર ખરીદવામાં બેંગલુરુ ટપ પર રહ્યું

લોકોએ રોલિંગ પેપરની પણ ખૂબ ખરીદી કરી છે. રોલિંગ પેપર સિગરેટ બનાવવામાં કામ આવે છે. આ મામલે બેંગલુરુ ટોપ પર રહ્યું, બેંગલુરુમાં લોકોએ ચેન્નાઈની તુલનામાં 20 ગણા વઘારે રોલિંગ પેપરના ઓર્ડર આપ્યા. સર્વેમાં એ વાતનો ખુલાસો થયો કે આ વર્ષે રોલિંગ પેપરની ખરીદી બે ગણી થઈ છે.

આ શહેરોમાં સૌથી વધારે મગાવવામાં આવી વેલનેસ પ્રોડક્ટ્સ

વેલનેસ પ્રોડક્ટ્સની વાત કરીએ તો બેંગલુરુ, પુણે, ગુરુગ્રામ, હૈદ્રાબાદ અને દિલ્હીમાં લોકોએ ખૂબ ગર્ભનિરોધક ગોળી આઈપિલ ખરીદી. તેના સૌથી વધારે ઓર્ડર આ જ શહેરમાંથી આવ્યા. જ્યારે જયપુરમાં લોકોએ પ્રેગનેન્સી ટેસ્ટ કિટ્સની સૌથી વધારે મગાવી.