નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છેલ્લા 6 મહીનામાં દેશભરમાંથી મળેલી વિવિધ ગિફ્ટોની ઈ- હરાજી થવાની છે. હરાજી દ્વારા મળેલી રકમનો ઉપયોગ ગંગાની સફાઈ પરિયોજના માટે કરવામાં આવશે. હાલ 2772 વસ્તુઓની હરાજી માટે મુકવામાં આવ્યા છે. આ સામાનોની બેઝ પ્રાઈસ 200 રૂપિયાથી લઈને 2.5 લાખ રૂપિયા સુધી રાખવામાં આવી છે. 14 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર સુધી આ સામાનોની ઇ-હરાજી કરવામાં આવશે.



નરેન્દ્ર મોદી દેશના પ્રથમ વડાપ્રધાન છે જેઓએ પોતાને મળેલી ગિફ્ટનું સાર્વજનિક કર્યું છે. હાલમાં માત્ર દેશમાંથી  મળેલી ગિફ્ટોને હરાજી માટે મુકવામાં આવ્યા છે. હરાજી માટેનો સામાનો ઇન્ડિયા ગેટ સ્થિત રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલયમાં રાખવામાં આવ્યો છે. જેને સામાન્ય લોકો 14 ડિસેમ્બરથી જોઈ શકશે.



નોંધનીય છે કે આ પહેલા પણ આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પીએમ મોદીને મળેલી ગિફ્ટની હરાજી થઈ હતી. જાન્યુઆરી 2019માં પીએમ મોદીને મળેલી 1900 જેટલી ગિફ્ટોની સરકારે હરાજી કરી હતી. આ વિવિધ ભેટની હરાજી બાદ મળેલી રકમનો ઉપયોગ નમામિ ગંગે પરિયોજનામાં કરવામાં આવ્યો હતો.