પાલઘર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં શુક્રવારે સવારે ચાર કલાકની અંદર આઠ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 2.2થી 3.6 માપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાના ડહાણુ અને તલાસરી તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, તે દરમિયાન કોઈ જાનહાની થઈ હોવાના કોઈ જાણકારી નથી.

જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ સેલના વડા વિવેકાનંદ કદમે કહ્યું, “ ગુરુવારે રાતે ત્રણ વાગીને 29 મિનિટ પર 3.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના બાદ ત્રણને 57 મિનિટ પર અને સવારે સાત વાગ્યેને 6 મિનિટ પર ક્રમશ: 3.5 અને 3.6 તીવ્રતાના ભૂકંપ અનુભવાયા હતા.” ડહાણુના સબ ડિવિઝિન અધિકારીએ જણાવ્યું કે, 3.0 તીવ્રતાથી વધુ આ ત્રણ ભૂકંપ સિવાય ગુરુવારે રાતે ત્રણ વાગ્યાથી સવારે સાત વાગ્યાની વચ્ચે પાંચ અન્ય ભૂકંપ આવ્યા હતા.
વિવેકાનંદ કદમે જણાવ્યું કે, સ્થાનીક અધિકારીઓને ગામમાં નિરીક્ષણ કરવા કહેવામાં આવ્યું છે. મિત્તલે કહ્યું કે, ભૂકંપોના કારણે તે તાલુકાના ગામોમાં ખુલ્લા મેદાનોમાં મોટા તંબૂ લગાવવામાં આવ્યા છે, જેથી ઘરોમાં અસુરક્ષિત અનુભવવા પર સ્થાનીય નિવાસી ત્યાં જઈ શકે છે. ડહાણુ અને તલાસરીમાં ગત સપ્તાહ ભૂકંપ આવ્યા બાદ કેટલીક દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને કેટલીક દીવાલોમાં તીરાડ પડી ગઈ હતી.