નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 અંતર્ગત ‘21મી સદીમાં સ્કૂલ શિક્ષા’વિષય એક કૉન્ક્લેવને સંબોધન કર્યું હતા. શિક્ષા મંત્રાલય દ્વારા આયોજિત આ શિક્ષા પર્વ આજથી શરુ થઈ ગયું છે. જેમાં દેશના જાણીતા શિક્ષણવિદ પ્રાચાર્ય અને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત શિક્ષકોએ ભાગ લીધો.
પીએમ મોદીએ કહ્યું કે, આજે આપણે બધા એક એવા ક્ષણના ભાગીદાર બની રહ્યાં છે, જે આપણા દેશના ભવિષ્યના નિર્માણની પાયો નાખી રહ્યાં છે. જેનાથી નવા યુગના નિર્માણના બીજ પડેલા છે. નવી શિક્ષણ નીતિ 21મી સદીના ભારતને નવી દિશા આપશે.
પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા ત્રણ દાયકામાં દુનિયાના તમામ ક્ષેત્ર બદલાઈ ગયા, દરેક વ્યવસ્થા બદલાઈ. આ ત્રણ દાયકામાં આપણા જીવનનો ભાગ્યેજ કોઈ પક્ષ હશે જે, પહેલા જેવો હોઈ. પરંતુ તે માર્ગ,જેના પર ચાલીને સમાજ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે. આપણી શિક્ષણ વ્યવસ્થા, તે હજુ પણ જૂની પેટર્ન પણ ચાલી રહી હતી.
નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ પણ નવા ભારતની, નવી આશાઓ, નવી આવશ્યકતાઓની પૂર્તિનું માધ્યમ છે. તેની પાછળ છેલ્લા 4-5 વર્ષોની આકરી મહેનત છે. તમામ ક્ષેત્ર તમામ વિદ્યા, દરેક ભાષાના લોકોએ તેના પર દિવસ રાત કર્યું છે. પરંતુ આ કામ હજુ પૂરું થયું નથી.
પીએમ મોદીએ કહ્યું, “મને ખુશી છે કે રાષ્ટ્રીય શિક્ષા નીતિને લાગુ કરવા આ અભિયાનમાં અમારા આચાર્ય અને શિક્ષક પૂરા ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યાં છે. થોડા દિવસ પહેલા શિક્ષા મંત્રાલયે દેશભરના શિક્ષકો પાસેથી સૂચનો માંગ્યા હતા. એક અઠવાડિયાની અંદર 15 લાખથી વધુ સૂચનો મળ્યા છે. ”
પીએમ મોદીએ કહ્યું કે, મૂળભૂત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરવું આ નીતિનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ અંતર્ગત મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાત્મકતાના વિકાસને એક રાષ્ટ્રીય મિશન તરીકે લાવવામાં આવશે.
નવી શિક્ષણ નીતિ 21મી સદીના ભારતને આપશે નવી દિશા: PM મોદી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Sep 2020 01:22 PM (IST)
પીએમ મોદીએ કહ્યું કે, આજે આપણે બધા એક એવા ક્ષણના ભાગીદાર બની રહ્યાં છે, જે આપણા દેશના ભવિષ્યના નિર્માણની પાયો નાખી રહ્યાં છે. જેનાથી નવા યુગના નિર્માણના બીજ પડેલા છે. નવી શિક્ષણ નીતિ 21મી સદીના ભારતને નવી દિશા આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -