નવી દિલ્હી: દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી છે. અફધાનિસ્તાનના હિંદુકુશમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યુ છે. હાલ ભૂકંપના કારણે કોઈ નુકશાન થયું હોવાની ખબર સામે નથી આવી. ભૂકંપના પગલે લોકો ઘર-ઓફિસ છોડીને ખુલ્લા રસ્તા પર દોડી આવ્યા હતા.
આ પહેલા 17 જાન્યુઆરીના અંદમાન અને નિકોબાર ટાપુ પર 6 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. અંદમાન નિકોબાર આસપાસના દરિયાના સ્તરમાં કોઈ વધારો નહોતો જોવા મળ્યો જેને કારણે કોઈ ચેતવણી જાહેર નહોતી કરવામાં આવી.