આ પહેલા 15મેના દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેંદ્ર દિલ્હીના પીતમપુર વિસ્તારમાં હતું. આ ભૂકંપની તીવ્રતા 2.2 હતી. 15 પહેલા 10મેના 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે 13 એપ્રિલના 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે 14 એપ્રિલે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 હતી.
ભૂકંપને લઈને દિલ્હીને સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. ભૂવૈજ્ઞાનિકોએ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારને ઝોન-4માં રાખ્યો છે. દિલ્હીમાં ભૂકંપની આશંકાવાળા વિસ્તારમાં યમુના તટની નજીકના વિસ્તાર સામેલ છે.