નવી દિલ્હી: દિલ્હી એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ આંચકાઓ ઘણી વાર સુધી અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા ત્યારે અનુભવાયા જ્યારે મોટાભાગના લોકો રાત્રે જમ્યા બાદ સૂવાની અથવા આરામ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આંચકા બાદ લોકોમાં બેચેની વધી ગઈ હતી. ઘણા લોકો શેરીઓ અને ઉદ્યાન તરફ દોડવા લાગ્યા. ભૂકંપનો આ તાજેતરનો આંચકો એટલો જોરદાર હતો કે જે લોકો ઘર, દુકાન, બજાર કે શેરીમાં હતા, તેઓએ ચોક્કસ આ આંચકો અનુભવ્યો હતો. હાલ તો ભૂકંપને લઈ લોકો ગભરાટમાં છે.  રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તેની તીવ્રતા 7.7 માપવામાં આવી છે. 


 







નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં રિક્ટર સ્કેલ પર 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ પછી ફાયર વિભાગને દિલ્હીના શકરપુરમાં ઇમારત ઝુકાવવાનો કોલ આવ્યો છે.


નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ પણ ભૂકંપ અંગે ટ્વિટ કર્યું છે.