નવી દિલ્હી: દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં શુકવારે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો 5 વાગીને 9 મીનિટે અનુભવાયા હતા. આ આંચકો લગભગ 15 -20 સેકન્ડ સુધી અનુભવાયો હતો. ગુરગ્રામમાં બહુમાળી મકાનોમાંથી લોકો બહાર દોડી આવ્યા હતા. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનના કાબૂલમાં હતું.


આ ઉપરાંત પંજાબ-હરિયાણા જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.હવામાન વિભાગ અનુસાર રિક્ટર સ્કેલ પર 6.3 હતી અને તેનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનના હિંદુકુશમાં હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનની 225 કિલોમીટર નીચે હતું.