ભાજપના ઉમેદવારનો દાવો- બટન કોઇ પણ દબાવો, મત કમળને જશે
abpasmita.in | 20 Oct 2019 02:11 PM (IST)
અસાંધ બેઠક પરથી ભાજપના ઉમેદવારના વીડિયોએ વિવાદ પેદા કર્યો છે.
નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સોમવારે મતદાન થશે તે અગાઉ અસાંધ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બખ્શીશ સિંહ વિર્કના વીડિયોએ વિવાદ પેદા કર્યો છે. વિર્કે લોકોને ધમકીભર્યા અંદાજમાં કહી રહ્યા છે કે તમે કોઇ પણ બટન દબાવશો, મત કમળના ફૂલને જ જશે. ભાજપના ઉમેદવાર બખ્શીશ સિંહ વિર્કનો આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો અસાંધ વિધાનસભા વિસ્તારમાં એક સભા દરમિયાનનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં બખ્શીસ સિંહ મતદારોને ધમકીભર્યા અંદાજમાં ચેતવણી આપતા કહી રહ્યા છે કે તમે કોઇ પણ બટન દબાવશો, મત ભાજપના ખાતામાં જશે. બખ્શીશ સિંહ કહી રહ્યા છે કે આજે જો તમે ભૂલ કરી તો પાંચ વર્ષ સુધી સહન કરશો. અમને એ પણ ખ્યાલ આવી જશે કે કોણે ક્યાં મત આપ્યો છે. જો કહેશો તો તમને બતાવી પણ દઇશું. મોદીજી અને મનોહર લાલની નજરો ખૂબ તેજ છે. તમે મત ક્યાંય પણ આપશો પરંતુ ભાજપને જ મળશે. અમે મશીનોના પાર્ટ્સમાં સેટિંગ કર્યું છે.