લખનઉ: હિન્દુ સમાજ પાર્ટીનાં નેતા કમલેશ તિવારીની હત્યા મામલે એક પછી એક નવો એક ખુલાસા થઈ રહ્યાં છે. બન્ને હત્યારા લખનઉની ખાલસા હોટલમાં રોકાવા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ પોતાના વાસ્તવિક નામથી જ હોટલમાં રૂમ બૂક કરાવ્યો હતો. જે આઈકાર્ડ પર બૂકિંગ કરાવ્યું હતું તે સંદિગ્ધ અશફાક અને મોઈનુદ્દીન જ હોવાની આશંકા છે. બંને સંદિગ્ધ હોટલના રૂમ નંબર G103માં રોકાયા હતા.


પોલીસે હોટલના રૂમમાંથી બેગ, લોઅર, લાલ રંગનો કુર્તો, ભગવા રંગનો કુર્તો, જિયો મોબાઈલનો નવો બોક્સ, શેવિંગ કિટ, ચશ્માનો બોક્સ જપ્ત કર્યા છે. કુર્તાની સાથે સાથે હોટલમાં મળેલી ટોવેલ પર લોહીના નિશાન મળ્યા છે.



પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હત્યારાઓ ઉદ્યોગ નગરી એક્સપ્રેસથી કાનપુર પહોંચ્યા હતા. કાનપુરથી લખનઉની મુસાફરી તેઓએ હાઈવેથી કરી હતી. પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. આરોપીઓ 17 ઓક્ટોબરે રાતે 11 વાગ્યે હોટલ પહોંચ્યા હતા.

ગુજરાત એટીએસ દ્વારા સુરતમાંથી ત્રણ લોકોની ધરપકડ બાદ ત્રણેય હત્યારાઓને ગુજરાત એટીએસ દ્ધારા અમદાવાદ લાવવામાં આવ્યા હતા. પોલીસ સુરત અને બિજનોર કનેક્શનનું પણ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે હિંદુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની શુક્રવારે ગળુ કાપી અને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

હિંદુ નેતા કમલેશ તિવારીની હત્યાનું સુરત કનેક્શન, આરોપીઓને અમદાવાદ લવાયા

હોટલમાં આપેલી આઈડી પ્રમાણે શેખ અશફાક હુસૈન પુત્ર જાકિર હુસેન અને પઠાન મોઈનુદ્દીન અહમદ નિવાસી 304, જિલ્લાના અપાર્ટમેન્ટ પ્લોટ નંબર 15-16 પદ્માવતી સોસાયટી લિમ્બાયત સુરત સિટી ગુજરાતનું એડ્રેસ છે.