Bhupesh Baghel: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે (10 માર્ચ) વહેલી સવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડો ભિલાઈમાં તેમના નિવાસ સ્થાને પાડવામાં આવ્યો હતો. આ સહિત છત્તીસગઢમાં કુલ 14 સ્થળો પર EDના દરોડા ચાલુ છે. આ કાર્યવાહી કથિત આર્થિક અનિયમિતતા અને મની લોન્ડરિંગ સંબંધિત મામલાઓને લઈને કરવામાં આવી રહી છે. તેની કડીઓ દારૂના કૌભાંડ સાથે પણ જોડાયેલી હોવાનું કહેવાય છે. ચૈતન્ય બઘેલનો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. ખેતરના વચ્ચે પણ ઘણી તેમની તસીવરો સામે આવે છે. જે દર્શાવે છે કે તેને ખેતી પણ પસંદ છે. ચૈતન્યના લગ્ન ત્રણ વર્ષ પહેલા જ થયા હતા. તેમની પત્ની ખ્યાતી પણ ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
ભૂપેશ બઘેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે છત્તીસગઢમાં દારૂના મોટા કૌભાંડનો આરોપ છે. આ કૌભાંડ લગભગ 2161 કરોડ રૂપિયાનું હોવાનું કહેવાય છે. આ કેસમાં અત્યાર સુધી ઘણા જાણીતા અધિકારીઓ અને એક પૂર્વ મંત્રીની પણ ધરપકડ કરવામાં આવી છે. ED છત્તીસગઢ દારૂ કૌભાંડ કેસની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે ભૂપેશ બઘેલ 2018 થી 2023 વચ્ચે છત્તીસગઢના મુખ્યમંત્રી હતા. 2023માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો.
ભૂપેશ બઘેલ પર તેમના કાર્યકાળ દરમિયાન વધુ બે મોટા આરોપોનો સામનો કરવો પડ્યો છે. તેમના પર મહાદેવ સત્તા એપ અને કોલસા વસૂલાત કૌભાંડમાં હેરાફેરીનો પણ આરોપ છે. કોલસા વસૂલી કૌભાંડ આશરે રૂ. 570 કરોડનું હોવાનું કહેવાય છે. આ આરોપોને કારણે ભુપેશ બઘેલને ગત લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હાલ તેઓ કોંગ્રેસના મહાસચિવ છે.
ભૂપેશ બઘેલના પુત્રો શું કરે છે?
ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલનો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. તેના ફોટોગ્રાફ્સ ઘણીવાર ખેતરોમાંથી આવ્યા છે, જે દર્શાવે છે કે તેને ખેતી પણ પસંદ છે. ચૈતન્યના લગ્ન ત્રણ વર્ષ પહેલા જ થયા હતા. તેમની પત્ની ખ્યાતી પણ ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે.