ED Seizes Dawood Ibrahim Brother's Thane Flat: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકર અને તેના સહયોગીઓ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં વધુ એક મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં ઇડીએ થાણેમાં ઇકબાલ કાસકરનો એક ફ્લેટ સીલ કર્યો છે. નિયોપોલિસ ટાવરમાં સ્થિત આ ફ્લેટ માર્ચ 2022થી અસ્થાયી કુર્કી હેઠળ છે.
મળતી માહિતી મુજબ, આ મામલો થાણે પોલીસના એન્ટિ એક્સટોર્શન સેલ તરફથી 2017માં નોંધાયેલી એફઆઇઆર સાથે સંબંધિત છે. EDની તપાસમાં ખુલાસો થયો છે કે કાસકર અને તેના સહયોગીઓ, જેમાં મુમતાઝ શેખ અને ઈસરાર સઈદનો સમાવેશ થાય છે, તેણે દાઉદ ઈબ્રાહિમની નિકટતાની આડમાં એક રિયલ એસ્ટેટ ડેવલપરને ધમકાવીને આ ફ્લેટ લીધો હતો. આ સાથે તેમની પાસેથી રૂપિયા પણ વસૂલ્યા હતા.
75 લાખની કિંમતનો આ ફ્લેટ શેખના નામે હતો
આશરે 75 લાખની કિંમતનો આ ફ્લેટ શેખના નામે હતો. કથિત રીતે તેને બિલ્ડર સુરેશ મહેતા અને તેની ફર્મ દર્શન એન્ટરપ્રાઇઝિસને ટાર્ગેટ કરીને ખંડણી માંગવામાં આવી હતી. આરોપીઓએ નકલી ચેક મારફતે ફ્લેટ અને 10 લાખ રૂપિયાની રોકડની કથિત માંગણી કરી હતી, જે પાછળથી પાછી ખેંચી લેવામાં આવી હતી.
EDની તપાસમાં જાણવા મળ્યું છે કે આ નાણાંકીય લેવડદેવડ ગેરવસૂલી નાણાંના લાભાર્થીઓને છૂપાવવા માટે કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2022માં કાસકરને ED અધિકારીઓ દ્વારા મુંબઈ અને ભારતના અન્ય ભાગોમાં દાઉદ ગેંગની કામગીરી વિશે પૂછપરછ કરવામાં આવી હતી. કાસકર, શેખ અને સઈદના ઘરો પર સર્ચ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, EDને ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા હતા.
ઇડીએ મની લોન્ડરિંગ હેઠળ અરજી દાખલ કરી હતી
મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ અને ત્યારપછી ભારતીય દંડ સંહિતાની કલમો જેમાં ખંડણી અને ષડયંત્રનો ઉલ્લેખ કરીને થાણે પોલીસના અંતિમ અહેવાલ બાદ EDએ એપ્રિલ 2022માં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. એવું માનવામાં આવે છે કે દાઉદના પાકિસ્તાનના કરાચીથી ગુપ્તચર એજન્સીઓ અને આતંકવાદી સંગઠનો સાથે કનેક્શન છે.
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત