નવી દિલ્હી: ઈડીએ એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલને સમન્સ જાહેર કરી 6 જૂને એજન્સી સામે રજૂ થવાનું કહ્યું છે. તેમની યૂપીએ સરકારમાં એર ઈન્ડિયામાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલામાં પુછપરછ થશે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે રાજ્યસભા સભ્ય પ્રફુલ્લ પટેલને 6 જૂને તપાસ અધિકારીઓ સામે રજૂ થવા માટે કહેવામાં આવ્યું છે.


ઈડીની નોટીસ મળતા પ્રફુલ્લ પટેલે કહ્યું, મને ઈડી સાથે સહયોગ કરી ખુશી થશે જેથી એ લોકો વિમાન ઈન્ડસ્ટ્રીની જટિલતાઓને સમજી શકે. મનમોહન સિંહના નેતૃત્વ વાળી યૂપીએ સરકારમાં થયેલા કરોડો રૂપિયાના કથિત વિમાન કૌભાંડમાં કોઈ મોટા નેતા સામે આ પ્રથમ કાર્યવાહી છે.


અધિકારીઓનું કહેવું છે કે દીપક તલવારની ધરપકડ બાદ કેટલાક ખુલાસાઓ અને પુરાવાને ધ્યાનમાં રાખી તેમને પ્રશ્નો કરવામાં આવશે.