નવી દિલ્હી: દેશ છોડીને બ્રિટેનમાં ભાગેલા આઈપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદીની લંડનમાં પૂછપરછ થઈ શકે છે. પ્રવર્તન નિર્દેશાલયે (ઈડી) તેના માટે બ્રિટિશ સરકારને મ્યૂચુઅસ અસિસ્ટેંસ ટ્રીટી (એમએલએટી) ના મારફતે લેખિતમાં અરજી કરી છે.


એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, ઈડી એ બ્રિટેનને કરેલી અરજીમાં લખ્યું છે કે, તેમની તપાસ ટીમને લંડનમાં જ લલિત મોદી સાથે પૂછપરછ માટે વ્યવસ્થા કરવામાં આવે. ઈડી લલિત મોદી સામે મની લૉન્ડ્રિંગ કેસમાં તપાસ કરી રહ્યું છે. મોદીને ભારત લાવવાના પ્રયત્નોમાં લાગેલા ઈડીએ એમએલએટી સમજૂતી મારફતે બ્રિટેનમાં જઈને કેસમાં તપાસ કરવાનો નિર્ણય લીધો છે. આ મામલા પછી પોલીસ પણ લલિત મોદીના કેસમાં આગળની કાર્યવાહી કરી શકે છે.

ઈડીએ બ્રિટેનમાં પોતાના સમકક્ષ પ્રાધિકરણ માટે ગૃહ મંત્રાલયના મારફતે અરજી મોકલવાની કોશિશ કરી છે. ગૃહ મંત્રાલય આ અરજી ઉપર વિચાર કર્યા બાદ ઈડીને બ્રિટેન મોકલશે. એમએલએટી બે અથવા વધારે દેશોની વચ્ચે એક સમજૂતી છે. આ સમજૂતી મારફતે દેશોની વચ્ચે ગુનાહિત કેસોમાં માહિતીની આપ-લે થઈ શકે છે. ભારતે બ્રિટેનની સાથે વર્ષ 1995માં આ સમજૂતી પર હસ્તાંક્ષર કર્યા હતા.

લલિત મોદીની સામે ઈડી મની લૉન્ડ્રિંગ સિવાય ફૉરેન એક્સચેંજ મેનેજમેંટ એક્ટ (ફેમા)નુ પણ ઉલ્લંઘનનો પણ મામલો ઈડીમાં ચાલી રહ્યો છે. વર્ષ 2014માં બીજેપી નેતાઓ જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેનું પણ નામ છે. તેમની સાથે નજીકના સંબંધના કારણે લલિત મોદી ફરી ચર્ચામાં આવ્યા હતા.