નવી દિલ્લી: પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે પોતાની કેબિનેટનું વિસ્તરણ કરશે, જેમાં મહત્વના ફેરફારો થાય તેવી શક્યતાઓ છે.
આ પહેલા નવેમ્બર 2014માં કેબિનેટ વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રા સીએમ દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે જ દિલ્લી પહોંચી ગયા છે અને પાર્ટી અધ્યક્ષ સાથે વિસ્તરણ અંગે ચર્ચા કરશે.
ગત અઠવાડિયે ફડણવીસે કહ્યું હતું કે કેબિનેટ વિસ્તરણ ચોમાસુ સત્ર પહેલા થશે અને તે પછી તરત જ યુનિયન કેબિનેટનું વિસ્તરણ થશે.
પીએમ મોદી થોડા સમયથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગૃહપ્રધાન રાજનાથ સિંહ અને નાણા પ્રધાન અરૂણ જેટલી જેવા વરિષ્ઠ નેતાઓ સાથે રિશફલ અંગે પરામર્શ કરી રહ્યા છે.