લખનઉઃ ગાઝિયાબાદમાંથી સામે આવેલા વૃદ્ધ સાથેની મારામારી અને અદ્રૂતતાના કેસમાં ટ્વીટર નિશાન બનતુ દેખાઇ રહ્યું છે. ખરેખરમાં ગાઝિયાબાદ પોલીસે ટ્વીટર ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનિષ માહેશ્વરીને નૉટિસ ફટકારી છે.  


કહેવાઇ રહ્યુ છે કે ગાઝિયાબાદ પોલીસે ટ્વીટરના જવાબદાર અધિકારીઓની જલ્દીમાં જલ્દી પુછપરછી તૈયારી કરી લીધી છે. ગાઝિયાબાદ પોલીસનુ કહેવુ છે કે જ્યારે કેસની સૂચના સમય પહેલા જ આપવામાં આવી દીધી છે તો આમ છતાં વીડિયોના વાયરલ થવાથી માઇક્રો બ્લૉગિંગ સાઇટે કેમ ના રોક્યા. 


આ કલમોમાં નોંધાઇ એફઆઇઆર- 
ગાઝિયાબાદ પોલીસ દ્વારા ફટકારવામાં આવેલી નૉટિસમાં લખ્યું છે કે ટ્વીટર કૉમ્યૂનિકેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમીટેડ તથા ટ્વીટર આઇએનસીની વિરુદ્ધ થાના લોની બોર્ડર જનપદ ગાઝિયાબાદમાં કલમ 153, 153એ, 295એ, 505, 120બી, 34 અંતર્ગત એફઆઇઆર નોંધવામાં આવી છે. 


નૉટિસમાં આગળ લખવામા આવ્યુ છે કે ટ્વીટર આઇએનસીના માધ્યમથી લોકોએ પોતાના ટ્વીટર હેન્ડલનો ઉપયોગ કરી સમાજની વચ્ચે વિદ્વેશ ફેલાવવાના સંદેશના કોઇ પ્રકારનુ કોઇ સંજ્ઞાન ન હતુ લીધુ. સાથે જ દેશ-વિદેશના જુદાજુદા સમૂહોની વચ્ચે સૌહાર્દ પ્રભાવિત કરનારા કાર્યને પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત સમાજ વિરોધ સંદેશને સતત વાયરલ થવા દીધો. 




પોલીસે આખા કેસમાં 3 લોકોની કરી ધરપકડ- 
ઉલ્લેખનીય છે કે, કેસની પોલીસ તપાસમાં સામે આવ્યુ કે જે લોકોએ ઘટનાને અંજામ આપ્યો, તે પીડિતોને ઓળખનારા હતા. પીડિતે તેને તાવીજ બનાવીને વેચ્યુ હતુ જેનુ તેમને સારુ પરિણામ મળવાનુ અશ્વાસન આપ્યુ હતુ. જ્યારે તે લોકોના મરજી મુજબ તાવીજનુ પરિણામ ના મળ્યુ તો તેમને તેને માર માર્યો. પોલીસે આ ઘટનામાં 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ટ્વીટર ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનિષ માહેશ્વરીને નૉટિસ ફટકારી છે, અને ટ્વીટરના જવાબદાર અધિકારીઓની જલ્દીમાં જલ્દી પુછપરછી તૈયારી કરી લીધી છે. પોલીસે એક અઠવાડિયામાં હાજર થવા માટે નૉટિસ ફટકારી છે, પોલીસનુ ખંડન અને યોગ્ય જાણકારી છતા પણ ટ્વીટરનો ઉપયોગ કરીને આ વીડિયોને ફેલાવીને સાંપ્રદાયિક રંગ આપવાનો કોશિશ કરવામાં આવી.