નવી દિલ્હીઃ દુનિયામાં કોરોના મહામારી હજુ લાંબી ચાલી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક નવા વેરિએન્ટની ઓળખ કરી છે, અને તેનાથી સાવધાન રહેવા અપીલ કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) 16 જૂન, 2021એ સૂચિત કર્યુ છે કે COVID-19ના એક નવા વેરિએન્ટ લેમ્બ્ડાની ઓળખ 29 દેશોમાં કરવામાં આવી છે, એટલે કે આ ઘાતક વેરિએન્ટ 29 દેશોમાંથી મળી આવ્યો છે જેમાં મુખ્ય રીતે ઓળખ દક્ષિણ અમેરિકામાં કરવામાં કરવામાં આવી છે, અને અહીં જે તેની ઉત્પતિ હોવાનુ પણ માનવામાં આવી રહ્યુ છે. 


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર, પહેલીવાર પેરુમાં સામે આવેલા આ લેમ્બ્ડા વેરિએન્ટને દક્ષિણ અમેરિકામાં 'વ્યાપક ઉપસ્થિતિ'ના કારણે 14 જૂને ‘ગ્લૉબલ વેરિએન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે પણ વર્ગીકૃત કરવામાં આવ્યો હતો. 


COVID-19 વેરિએન્ટ 'લેમ્બ્ડા': આખા દક્ષિણ અમેરિકામા છે ઉપસ્થિતિ--- 
પેરુમાં લેમ્બ્ડા વેરિએન્ટ મોટા પ્રમાણમાં ફેલાયેલો છે, જ્યાં એપ્રિલ, 2021થી અત્યાર સુધી 81% COVID-19 કેસો આ વેરિએન્ટ સાથે જોડાયેલા હતા. 
ચિલીમાં, છેલ્લા 60 દિવસોમાં તમામ સબમીટ કરવામાં આવેલા સિક્વેન્સના 32%માં આ લેમ્બ્ડા વેરિએન્ટની ઓળખ થઇ હતી, અને આને ફક્ત ગામા વેરિએન્ટ દ્વારા ઓછો આંકવામાં આવ્યો હતો, જેને પહેલીવાર બ્રાઝીલમાં ઓળખવામાં આવ્યો હતો.  
દક્ષિણ અમેરિકાના અન્ય દેશો જેવા કે આર્જેન્ટિના અને ઇક્વાડૉરે પણ પોતાના દેશમાં આ નવા COVID-19 વેરિએન્ટને ફેલાવવાની સૂચના આપી છે. 


આ નવો COVID-19 વેરિએન્ટે કેટલો છે પ્રભાવી?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર લેમ્બ્ડા વેરિએન્ટમાં ઉત્પરિવર્તન હોય છે, જે સંક્રમણને વધારી શકે છે કે એન્ટીબૉડી માટે વાયરસના પ્રતિરોધને વધુ મજબૂત કરી શકે છે. જોકે, આ જિનેવા આધારિત સંગઠન અનુસાર, આ નવો વેરિએન્ટ કેટલો પ્રભાવી હશે, તેનુ પ્રમાણ હાલ બહુજ સિમીત છે, અને લેમ્બ્ડા વેરિએન્ટને સારી રીતે સમજવા માટે વધુ અભ્યાસ કરવાની જરૂર છે. આ લેમ્બ્ડા વેરિએન્ટને દક્ષિણ અમેરિકામાં 'વ્યાપક ઉપસ્થિતિ'ના કારણે 14 જૂને ‘ગ્લૉબલ વેરિએન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે પણ વર્ગીકૃત કરવામાં આવ્યો હતો.