Election 2021 Dates Full Schedule Live: મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડા ચૂંટણી તારીખોની જાહેરાત કરવા માટે પત્રકાર પરિષદ કરી હતી. સુનીલ અરોરાએ જણાવ્યું કે પુડ્ડુચેરી, કેરલ અને તમિલનાડુમાં ચૂંટણી એક જ તબક્કામાં યોજાશે. ત્રણ રાજ્યોમાં 6 એપ્રિલે મતદાન અને ચૂંટણી પરિણામ 2મેના રોજ આવશે.  27 માર્ચથી શરૂ થશે ચૂંટણી, 2 મેના પાંચ રાજ્યોના આવશે પરિણામ.


મુખ્ય ચૂંટણી વડા સુનીલ અરોડાએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચના રોજ અને બીજા તબક્કામાં 1લી એપ્રિલના રોજ યોજાશે. ત્રીજા તબક્કામાં 6 એપ્રિલ, ચોથા તબક્કાનું 10 એપ્રિલ, પાંચમાં તબક્કાનું 17 એપ્રિલ, છઠ્ઠા તબક્કાનું 22 એપ્રિલ, સાતમાં તબક્કાનું મતદાન 26 એપ્રિલ અને આઠમાં તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ યોજાશે.  પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં મત ગણતરી 2 મેના રોજ થશે.



આસામમાં વિધાનસભા ચૂંટણી 3 તબક્કામાં યોજાશે. મતગણતરી 2 મેના રોજ થશે.

મતદાન તારીખ  March 27 (3 તબક્કા)

1st તબક્કો  (47 વિધાનસભા બેઠકો) - March 27

2nd તબક્કો (39 વિધાનસભા બેઠકો) - April 1


3rd તબક્કો (40 વિધાનસભા બેઠકો) - April 6

મત ગણતરી: May 2

કેરળમાં 6 એપ્રિલના તમામ બેઠકો પર મતદાન થશે. આસામમાં ત્રણ તબક્કામાં ચૂંટણી થશે. 27 માર્ચથી શરૂ થશે ચૂંટણી, 2 મેના પાંચ રાજ્યોના આવશે પરિણામ.





સુનીલ અરોરા જણાવ્યું કે આસામ વિધાનસભા ચૂંણણી 3 તબક્કામાં થશે. પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચ, બીજા તબક્કાનું 1 એપ્રિલ અને ત્રીજા તબક્કાનું મતદાન 6 એપ્રિલે થશે. મતગણતરી 2 મેના રોજ કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરાએ કહ્યું કે ચૂંટણી દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવશે. તેમણે આ દરમિયાનન કોરોના યોદ્ધાઓને સલામ કર્યું. તેમણે કહ્યું તમામ ચૂંટણી કોરોનાને ધ્યાનમાં રાખતા કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરાએ જણાવ્યું કે પાંચ રાજ્યોમાં આ વખતે 18 કરોડ મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. કુલ 824 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. તેમણે જણાવ્યું કે આસામમાં 33 હજાર પોલિંગ સ્ટેશન હશે.

આ વખતે ચૂંટણી માટે તમિલનાડુમાં 66 હજાર મતદાન કેંદ્ર બનાવવામાં આવશે. મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરાએ જાણકારી આપી કે આ વખતે પશ્ચિમ બંગાળમાં 1 લાખ 1 હજાર 916 મતદાન કેંદ્ર બનાવવામાં આવશે. કોરોના કાળના કારણે ચૂંટણી પંચે તમામ રાજ્યોમાં આશરે 30 ટકા મતદાન કેંદ્ર વધારી દિધા છે.

મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરાએ જાણકારી આપી છે કે આ વખતે મતદાનનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે. તેમણે કહ્યું ડોર ટુ ડોર કેમ્પેન દરમિયાન પાંચથી વધારે લોકો સામેલ નહી થઈ શકે.

સુનીલ અરોરાએ કહ્યું કે ઉમેદવાર સહિત પાંચ લોકોને પ્રચાર માટે ડોર ટુ ડોર કેમ્પેઈનની મંજૂરી હશે. તેમણે કહ્યું બંગાળ સહિત બીજા રાજ્યોમાં પણ સીઆરપીએફ તહેનાત કરાશે. સુરક્ષાની તમામ વ્યવસ્થા કરાશે. તમામ સંવેદનશીલ મતદાન કેંદ્રો પર સીઆરપીએફના જવાનો તહેનાત કરાશે. તેમણે જણાવ્યું કે મતદારો માટે નામાંકન કરવા માટે ઓનલાઈન સુવિધા પણ હશે.

સુનીલ અરોરાએ પત્રકાર પરિષદમાં જાણકારી આપી કે કેરલમાં પહેલા 21,498 ચૂંટમી કેંદ્ર હતા, હવે અહીં ચૂંટણી કેંદ્રની સંખ્યા 40,771 થશે. પશ્ચિમ બંગાળમાં 2016માં 77,413 ચૂંટણી કેંદ્ર અને હવે 1,01,916 ચૂંટણી કેંદ્ર હશે.