વારાણસીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન શુક્રવારથી બે દિવસીના વારાણસી પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારાના સવાલનો જવાબ આપતા કહ્યું કે, ઠંડીને કારણે કિંમતમાં વધારો થયો છે. ઠંડી ઘટશે એટલે કિંમત પણ ઓછી થઈ જશે. શુક્રવારે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચેલ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગેસની કિંમતમાં થયેલ વધારાને લઈને કહ્યું કે, ઠંડીને કારણે ગેસની કિંમતમાં વધારો થયો છે. જેમ જેમ ઠંડી ઘટશે તેમ કિંમત ઘટી જશે. આ આંતરરાષ્ટ્રીય મુદ્દો છે, જેમ જેમ ઠંડી ઘટશે તેમ ગેસની કિંમત ઘટશે, હાલમાં માગ વધારે છે.
ડીઝલ પેટ્રોલ પર કોઈ જવાબ નહીં
જ્યારે પેટ્રોલ ડીઝલમાં કિંમત વધવાનું કારણ પુછવા પર તેમણે કોઈ જવાબ ન આપ્યો. જણાવીએ કે, ધર્મેન્દ્ર પ્રધાન શુક્રવારે વિશ્વનાથ મંદિર, કાલ ભૈરવ મંદિરમાં દર્શન પૂજન કરવા મિર્ઝાપુર રવાના થશે અને ત્યાં માં વિંધ્યવાસિની દેવી મંદિરમાં દર્શન કરશે. મોડી સાંજે કાશી જઈને ગંગા આરતીમાં ભાગ લેશે.
શનિવારે સીરગોવર્ધન સ્થિત રવિદાસ મંદિર જશે. જ્યાં તેઓ ખિડકિયાં ઘાટ જઈને સીએનજી ગેસ પ્રોજેક્ટનું નીરિક્ષણ કરશે. બપોરે અધિકારીઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક કરી દિલ્હી રવાના થશે.